આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાનો : જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

— ગરીબ કલ્યાણ મેળો નહીં પણ ગરીબ લોક કલ્યાણ મેળો :- આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

— જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૩૪૧૫ લાભાર્થીઓને રૂપિયા ૯૮.૨૫ કરોડની સાધન સહાય અપાઇ :

ગરવી તાકાત મહેસાણા :  ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ,ગુજરાત સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,અનેકવિધ યોજનાઓ થકી સરકાર છેવાડાના માનવીના કલ્યાણ માટે કાર્ય કરી રહી છે.ગરીબોનું કલ્યાણ કરવું એ જ સરકારની નેમ છે અને ગુજરાત સરકાર સતત વંચિતોના વિકાસ માટે કાર્યરત છે.

આરોગ્ય મંત્રીશ્રીએ પણ કહ્યું કે,ગરીબ કલ્યાણ મેળો નહીં પણ ગરીબ લોક કલ્યાણ મેળો કહો કેમ કે આ મેળો એ ગરીબ જ્યાં છે ત્યાંથી આગળ આવે,તેનું કલ્યાણ થાય,તે આત્મનિર્ભર બને અને તેના જીવનમાં સમૃદ્ધિ આવે એ હેતુથી આયોજિત કરવામાં આવતો હોય છે. આરોગ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે,આજે સુશાસન અને ટેકનોલોજીની મદદથી લાભાર્થીઓને લાભ સરળતાથી મળ્યા છે.અત્યાર સુધીમાં હજોરો કરોડો રૂપિયા લાભાર્થીઓના હાથમાં પોહોંચ્યા છે.

સીધો લાભ લાભાર્થી સુધી પોહચવાથી લભાર્થીના કાડામાં તાકાત આવે છે અને પરિણામે તે આગળ વધે છે. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓને સરળતાથી લાભ મળતા થયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના,કિસાન સન્માન નિધિ,ઉજ્જવલા યોજના વગેરે યોજનાઓ થકી આજે સામાન્ય માનવીનું જીવન સરળ બન્યું છે અને એના જીવનમાં સમૃદ્ધિ આવી છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રહલાદ પરમારે જણાવ્યું કે,ગુજરાત સરકાર એ છેવાડાના માનવીનું કલ્યાણ થાય એ માટે સતત કાર્ય કરી રહી છે.ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓને હાથોહાથ લાભ મળે છે પરિણામે તેના જીવનની ગુણવત્તામાં સુધારો આવે છે અને એના પરિવારનું કલ્યાણ થાય છે. આ વેળાએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કડીના ધારાસભ્યશ્રી કરશનભાઇ સોલંકી,જિલ્લા કલેક્ટરશ્રી ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.ઓમ પ્રકાશ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી હરિભાઈ,મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભોગીલાલ પટેલ,વિવિધ અધિકારીગણ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.