વાવ વિધાનસભાની બેઠક પર અપક્ષ ઉમેદવારની સભામાં ભાજપ-કોંગ્રેસ કરતાં વધુ જનમેદની ઉમટી

November 17, 2022

— વાવ બેઠક પર ભાજપ અને કોંગ્રેસને ભારે પડી શકે છે, અપક્ષ ઉમેદવાર :

ગરવી તાકાત સુઇગામ : કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના અંગત મનાતા અમીરામભાઈ આશલ એ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતા ભાજપના કાર્યકરો આનંદમાં આવી ગયા હતા કે જાણે હવે કોંગ્રેસ ના બે ભાગ થશે એટલે ચૂંટણી જીતી જશું પરેતું આજે ગુરુવારે અપક્ષ ઉમેદવારની સભામાં જનમેદની જોતાં ભાજપના કાર્યકરોના નૂર ઉડી ગયાં હતાં.
વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભામાં રિપીટ થવાના સંકેતો અને ચૌધરી સમાજમાં પોતાની અવગણનાને લઈ ભાજપના પૂર્વ આરોગ્ય-મંત્રી શંકર ચૌધરીએ પણ ચૂંટણી જંગ જીતવા માટે પોતાની વાવ સીટ બદલીને હવે થરાદ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા  છે, ત્યારે ભાજપે વાવ વિધાનસભામાં ગેનીબેન ઠાકોર સામે ઠાકોર સમાજમાં થી સ્વરૂપ ઠાકોરને ભાજપમાં ટીકીટ આપી મેદાનમાં ઉતાર્યા હતા, જોકે ઠાકોર સામે ઠાકોર ને કાંટાની ટક્કર હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ ગેનીબેન ઠાકોરના અંગત મનાતા એવા અમીરામભાઈ આશલ એ કોંગ્રેસ થી છેડો ફાડી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતાં જ ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા કે જાણે હવે ભાજપ માટે ચૂંટણી જંગમાં જિત મેળવવા માટેનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે,
પરંતુ ભાજપના કાર્યકરોની ધારણા ખોટી ઠરી હતી, કારણ આજે ગુરુવારે અપક્ષ ઉમેદવારે સુઈગામ ખાતે પ્રાંત કચેરીએ બહોળી સંખ્યામાં ઢોલ-નગારાં સાથેની રેલીમાં આવીને ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ વિશાળ-જનમેદની સાથે સુઈગામ તાલુકા પંચાયતની સામે ખેતરમાં સભાને સંબોધી હતી, અપક્ષ ઉમેદવારની સભામાં વિશાળ જનમેદની જોઈ અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ કરતાં પણ ભાજપને વધુ મતો નું નુકશાન કરશે તેવા લોક-મંતવ્યોને લઈ ભાજપ કાર્યકરોના નૂર ઉડી ગયા  છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું, જો કે અપક્ષ ઉમેદવારના સમર્થકોને જોતાં હાલ તો ભાજપ કોંગ્રેસ બંનેને પછાડી અપક્ષ ઉમેદવાર બાજી મારી શકે, તેવી વાતો વાવ વિધાનસભાના મતદારોમાં ચર્ચાઈ રહી છે.

તસવિર અને અહેવાલ : નવીન ચૌધરી – સુઇગામ

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0