ગરવી તાકાત હિંમતનગર : ગુજરાતમાં સાત જિલ્લાઓમાં અર્બુદા સેનાના સ્થાપક તેમજ પૂર્વ ગૃહ મંત્રી વિપુલભાઈ ચૌધરીની ગતરાત્રિએ અમદાવાદ પોલીસ દ્વારા અટકાયત કરાતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે રોષ ફેલાયો. જે અંતર્ગત આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગુરુવારે નાયબ કલેકટરની આવેદનપત્ર આપી વહીવટી તંત્ર પ્રત્યે નારાજગી દર્શાવી. તેમજ આગામી સમયમાં ન્યાય ન મળે તો અર્બુદા સેના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી અપાઇ છે.
સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે અર્બુદા સેના દ્વારા પૂર્વ ગૃહ મંત્રી તેમજ અર્બુદા સેનાના સ્થાપક વિપુલ ચૌધરીની ગતરાત્રિએ થયેલી અટકાયત મામલે નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આગામી ટૂંક સમયમાં તાત્કાલિક ધોરણે વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. આ તબક્કે સાબરકાંઠા અર્બુદા સેના દ્વારા માંગ કરવામાં આવી છે કે, રાજકીય વૃતિથી પ્રેરાઈને અર્બુદા સેનાના સ્થાપક વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે.
ત્યારે તેમની તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે તે જરૂરી છે.