કડીમાં તલાટી કમ મંત્રીઓએ પડતર પ્રશ્નો મામલે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

શેર કરવા અહીં ક્લિક કરો.
સમગ્ર રાજ્યમાં હાલ ગ્રામ પંચાયતમાં  ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ પોતાની માંગણીને લઇને અલગ અલગ રીતે સરકારની સામે વિરોધ કરી રહ્યા છે. ત્યારે કડી તાલુકાના તલાટી કમ મંત્રીઓ કાળી પટ્ટી બાધી ને ફરજ પર હાજર રહ્યા હતા.
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગ્રામ પંચાયત માં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ દ્ધારા તેમના પડતર પ્રશ્નોનો નિવેડો ન આવતા આજે ફરજ પર કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. આગામી સમયમાં પણ જો સરકાર તેમના પ્રશ્નો નો નિવેડો નહિ લાવે તો અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચો – કડી વિસ્તારના જાહેર માર્ગો અને હાઇવે ઉપર વિનામૂલ્યે કમર તોડવાનો કેમ્પ, તંત્ર હાડકા ભંગાવશે !

કડી તાલુકાના  તલાટી કમ મંત્રીઓ મહામંડળ ની આગેવાની હેઠળ થોડાક સમય પહેલા કડી ખાતે આવેલ તાલુકા  પંચાયત ના ટી.ડી.ઓ સાહબે ને 16-9-2021 ના રોજ  આવેદન પત્ર પાઠવી તલાટી કમ મંત્રીઓના  પડતર પ્રશ્નો મુદ્દે રજુઆત કરવામાં આવી હતી.
આ અગાઉ પણ સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં તેમના પડતર પ્રશ્નોનો કોઈ નિવેડો ન આવતા હવે તલાટી મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી ને સરકાર સામે વિરોધ પ્રદશિત કરવામાં આવી રહ્યા છે. જેમાં 20 સપ્ટેમ્બરના રોજ તલાટી કમ મંત્રીઓએ પોતાની ઓફિસ પર કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. જોકે હજુ સુધી પણ આગામી સમયમાં તેમના પ્રશ્નોનું નીરાકણ નહિ આવે તો બેનરો સાથે માસ.સી.એલ પર ઉતરી દેખાવો કરવા અને ઓનલાઇન તેમજ મહેશુલી કામગીરીનો બહિષ્કાર કરવો અને જરૂર પડે તો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવા અંગેની પણ ચીમકી આપવામાં આવી હતી.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.