કાંકરેજ તાલુકાના ના થરા માં વાળીનાથ મંદિર માં મહા શિવરાત્રી ના પર્વ માં હરહર મહાદેવ નાદ થી ભાવિ ભક્તો ઉમટ્યા

March 1, 2022

— કાંકરેજ તાલુકામાં થરા માં ભરવાડ સમાજ નું એક આસ્થા નું પ્રતીક. એવુ ઝાઝાવડા  વાળીનાથ મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે દુરદુર થી ભરવાડ  દર્શન કરવા લાખોની સંખ્યામાં આવે છે અહીં વાળીનાથ  દર્શન કરી ને ધન્યતા અનુભવે છે.

ગરવી તાકાત કાંકરેજ: કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માં હજારો વર્ષ નું પુરાણું ભગવાન વાળીનાથ નું મંદિર આવેલ છે જ્યાં દર વર્ષે વર્ષ માં બે વાર ભાતીગળ મેલો ભરાય છે એક શિવરાત્રી અને એક શ્રાવણ માસ માં રક્ષાબંધન (બળેવ )નો મેલો ભરાય છે આ મંદિર નો ઇતિહાસ એવો છે કે ભગવાન શ્રીકૃષ્ણ જયારે ગોકુળ મથુરા થી દ્વારકા આવવા નીકળ્યા તયારે મધ્યપ્રદેશ હિમાચલ  અને રાજેસ્થાન માંથી ભરવાડ સમાજ આગેવાન એવા જાજાભાઈ ભરવાડ  ભગવાન શ્રીકૃષ્ણ સાથે દ્વારકા જવા નીકળ્યા સાથે ગૌધણ સાથે લીધા હતા
અને દ્વારકા આવવા રવાના થયા હતા રસ્તે ચાલતા ચાલતા ગુજરાત માં આવ્યા અને ગુજરાત ના ઉતરે કાંઠે આવેલ શરણાયું (જંગલ )માં બનાસ ની નદીના કાંઠે રોકાયા હતા જ્યાં ભરવાડ એ નેસ નાખ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણ નિત્ય કર્મ મુજબ સવાર ના પહોરમાં વહેલા ઉઠી ભગવાન શિવ ની પૂજા અર્ચના કરવાની નેમ હતી તે મુજબ  થરા ના વાળીનાથએટલે ઝાઝાવડા તરીકે ઉલખાય છે
અહીં  ભગવાન શિવ નું સ્થાપન થયું તે સ્થળ ભરવાડ સમાજ સ્થિર થયા તે સ્થળજે હાલ નું કાંકરેજ તાલુકા નું ગામ છે ત્યારે થરા માં ભગવાન શ્રીકૃષ્ણ એ શિવલિંગ ની સ્થાપના કરી તે સ્થળ ગ્વાળીનાથ ના નામ થી જાણીતું છે થરા માં વાળીનાથ મહાદેવ મંદિરે મહા શિવરાત્રી તેમજ શ્રાવણ મહિના માં રક્ષાબંધન(બળેવ ) નો ભવ્ય થી ભવ્ય મેલો ભરાય છે સમગ્ર ગુજરાત ના ભરવાડ સમાજ નો ભાતીગળ મેલો લાખો લોકો જોવા અને માણવા આવે છે  અહીં ભરવાડ જે લોકોને શેર માટીની ખોટ હોય તે અહીં માનતા માને છે
જયારે શેર માટીની ખોટ પુરી થાય તયારે વાળીનાથ મંદિર માં આવી બાળકને ગોળ ભારોભાર જોખવામાં આવે છે  અહીં   મંદિર ના મહંત શ્રીં ઘનસ્યામપુરી બાપુના સુંદર અને કુશળ વહીવટ માં લાખો ભાવિકો દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે  છે..
તસવિર અને આહેવાલ : માનસિંહ ચૌહાણ: કાંકરેજ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0