મોદી-મોદીના નારાથી ગૂંજ્યો સંસદ ભવનનો સેન્ટ્રલ હોલ. મોદીજીએ સંવિધાનને નમન કરીને પોતાની ચેર પર બેઠાં
દિશાના વિકાસ માટે બીજું કોઈ નામ ન હોઈ શકે, તે નામ માત્ર નરેન્દ્ર મોદીનું છે – રાજનાથસિંહ
નવી દિલ્હી તા. 07 – મોદી-મોદીના નારાથી ગૂંજ્યો સંસદ ભવનનો સેન્ટ્રલ હોલ. મોદીજીએ સંવિધાનને નમન કરીને પોતાની ચેર પર બેઠાં. 9 જૂને મોદી 3.0 ના શપથ ગ્રહણ. રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યુંકે, આ એલાયન્સ અમારા માટે કમ્પલ્સ નથી, પણ આ અમારું કમિટમેન્ટ છે. અમે ભારતના દરેક ખૂણાનો વિકાસ કરવા માંગીએ છીએ. દેશ પોતાને સદીઓ માટે મજબૂત બનવાની દિશામાં અગ્રેસર થઈ રહ્યો છે. આ કામ મોદીજીથી વધુ સારી રીતે બીજું કોઈ નહીં કરી શકે. ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળના નેતા, એનડીએના સંસદીય દળના નેતા, લોકસભાના સંસદીયદળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મુકીએ છીએ. દિશાના વિકાસ માટે બીજું કોઈ નામ ન હોઈ શકે, તે નામ માત્ર નરેન્દ્ર મોદીનું છે.

PM મોદીએ જણાવ્યુંકે, સરકાર ચલાવવા માટે બહુમત જરૂરી છે. પણ દેશ ચલાવવા માટે સર્વમત હોવો જોઈએ. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છુંકે, અમે સર્વમતનું ધ્યાન રાખીશું અને દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં રાખીએ. આઝાદીના 75 વર્ષ થઈ ચુક્યા છે એનડીએને. ભારતના ઈતિહાસમાં એનડીએ સૌથી મોટું પ્રીપોલ એલાયન્સ છે. અત્યાર સુધીની આ સૌથી સફળ એલાયન્સ છે. આ એક ઓર્ગેનિક એલાયન્સ છે. આ માત્ર સરકાર કે સત્તા ચલાવવાનો જમાવડો નથી. આ રાષ્ટ્ર પ્રથમ નેશનલ ફસ્ટની ભાવનાવાળો સમૂહ છે. હું ગુજરાતમાં હોવ, ચંદ્રાબાબુ આંધ્રમાં હોય તે નીતિશકુમાર બિહારમાં હોય અમારા બધાના મનમાં ગરીબોનું કલ્યાણ છુપાયેલું છે. એટલે જ આજે અમે બધા ભેગા થઈને દેશના ગરીબોનું કલ્યાણ કરવા એકઠાં થયા છીએ.
આગામી 10 વર્ષમાં એનડીએના શાસનમાં અમે..ગુડ ગર્વનન્સ, વિકાસ, ક્વાલિટી ઓફ લાઈફ..મારું સપનું છેકે, સામાન્ય માનવીના જીવનમાં મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગના જીવનમાં સરકારની દખલ જેટલી ઓછી થશે તેટલું લોકતંત્ર મજબૂત બનશે. આજે ટેકનોલોજીના યુગમાં આ સહેલું સરળ બની શકશે. અમે વિકાસનો નવો અધ્યાય લખીશું. બધા સાથે મળીને વિકસીત ભારતના સપનાને સાકાર કરીને રહીશું. કોઈપણ દળનો પ્રતિનિધી હશે સંસદમાં મારા માટે બધા જ એક સમાન છે. ભલે તે વિરોધ પક્ષના પણ કેમ ના હોય. અપના પરાયા કુછ નહીં હૈ…બધાને ગળે લગાવીએ છીએ અમે. એટલે જ અમે જનતાનો જનમત મેળવ્યો છે. આ એનડીએનો મહા વિજય છે.
પ્રધાનમંત્રી મોદીએ સંસદભવનમાં પોતાના ભાષણમાં જણાવ્યુંકે, ચૂંટણીના પરિણામો આવતા હતા ત્યારે હું કોઈકને પૂછતો હતો કે ઈવીએમ ચાલુ છેકે નહીં. કેમકે, પહેલાં વિરોધીઓ ઈવીએમને ગાળો આપતા હતાં. ચૂંટણીના પરિણામો આવ્યાં ત્યારે વિરોધીઓ ચુપ થઈ ગયા. દેશના લોકતંત્રની આ તાકાત છે. ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ કામ કરવામાં આવ્યું અને પહેલાં પણ એ જ રીતે કામ થતું હતું. પરંતુ વિરોધીઓ એમના કામમાં ખોટી રીતે રુકાવટ નાંખતા હતાં. જોકે, પરિણામો આવ્યાં બાદ હવે વિરોધીઓ ઈવીએમનું કોઈ નામ લેતાં નથી. વિરોધીઓ ચૂંટણીની પ્રક્રિયા, ચૂંટણીપંચને બદનામ કરવા માંગતા હતા,
પણ દેશ તેમને માફ નહીં કરે. ઈન્ડિ ગઠબંધનને હું કહું છુંકે, તેઓ નાની વિચારધારાવાળા છે. તે લોકો ટેકનોલોજીના વિરોધી છે. ડિજિટલ પેમેન્ટ, આધાર, ઈવીએમ, બધાનો આ લોકો વિરોધ કરે છે. આ ગઠબંધન પ્રગતિ, ટેકનોલોજી અને આધુનિકતાના વિરોધી છે. તેઓ ગરીબને ગરીબ જ રાખવા માંગે છે. હું દુનિયામાં લોકતંત્રની વાહવાહી કરું છું અને આ લોકો વિરોધીઓ દુનિયામાં ઢોલ પીટે છેકે, અમારે ત્યાં લોકતંત્ર જેવું કંઈ નથી. અહીં તો ચા વેચવાવાળો પ્રધાનમંત્રીની ખુરશી પર બેસી ગયો છે. આ શરમની વાત છે. દેશની જનતાને ચૂંટણી પ્રક્રિયાને લઈને ભડકાવે છે આ લોકો. ભારતના લોકતંત્રની વ્યવસ્થાને આ લોકો ખરાબ કહીને દેશને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.


