સુઈગામના સોનેથમાં વડીલોએ બાળકી પાસેથી ચિઠ્ઠી ઉપડાવી સરપંચ, ઉપસરપંચ જાહેર કર્યા…..

June 4, 2025

બનાસકાંઠા : ચિઠ્ઠી ઉછાળીને સરપંચ બનાવ્યા હોય એવી આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં પ્રથમ બનાવ સામે આવ્ય સુઈગામ તાલુકાના સોનેથ ગામમાં વડીલોએ કોઠાસૂઝથી ગામના જ બે સક્ષમ ઉમેદવારોના નામની ચિઠ્ઠી બનાવીને ચરૂડી માંથી બાળકી પાસે ઉપડાવી હતી જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા બાદ અબીલ ગુલાલની છોળો વચ્ચે ગામ લોકોએ શોભાયાત્રા યોજી. સુઈગામના સોનેથ ગામના આશાપુરા ધામમાં ચૂંટણી અનુલક્ષે ગ્રામજનો એકઠા થયા ગામના વડીલો અને યુવાનો સાથે મળીને પંચાયત બિનહરીફ થાય.

એ દિશાએ પ્રયાસો થયા. પૂર્વ સરપંચ અને ડેલિગેટ ભૂપતસિંહ બાપુએ પોતાની કોઠા સુજથી બે ઉમેદવારોના નામ જાહેર કર્યા. આ બંને ઉમેદવારો અગાઉની ચૂંટણીમાં હાર્યા હતા. તેમ છતાં તેમનું માન જળવાઈ રહે એ માટે તેમને ફરી તક આપવામાં આવી. હાલની ચૂંટણી માટે તૈયાર ઉમેદવારો અને ગામના લોકો દ્વારા પ્રથમ ટેકો આપવામાં આવ્યો. ત્યારબાદ આખા ગામે ઉમળકાભેર આ નિર્ણયને વધાવ્યો. બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી પદ્ધતિથી પસંદગી કરવામાં આવી.

જેમાં ગંગરામભાઈ કરશનભાઈ ચૌધરીનું નામ પ્રથમ આવ્યું. તેમને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા. બીજું નામ ભેમાભાઈ રવજીભાઈ ઠાકોરનું આવ્યું. તેમને ડેપ્યુટી સરપંચ બનાવવામાં આવ્યા. આ નિર્ણય બાદ આખા ગામે તાળીઓ પાડીને નવા સરપંચ અને ડેપ્યુટી સરપંચનું સ્વાગત કર્યું. બંને ઉમેદવારો ગામના વિકાસ માટે કામ કરશે. નાની મોટી સમસ્યાઓ ગામ સાથે રહીને ઉકેલશે. ઉપરાંત ગામ લોકોએ પણ તેમને સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0