સાબરકાંઠામાં ધો.10-12ની પૂરક પરીક્ષા 23 જૂનથી હિંમતનગરના 17 કેન્દ્રો પર યોજાશે…

June 19, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું આયોજન 23 જૂનથી 3 જુલાઈ 2025 દરમિયાન કરવામાં આવ્યું કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં હિંમતનગર કલેક્ટર કચેરીમાં આ અંગે બેઠક યોજાઈ. જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા માટે 11 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા.

આ કેન્દ્રોમાં ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય, એમ એમ પટેલ ઉચ્ચ માધ્યમિક શાળા, ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઇસ્કૂલ, પરફેક્ટ હાઇસ્કૂલના બે યુનિટ, ગ્રોમોર સેકન્ડરી સ્કૂલના બે યુનિટ, ગાંભોઈ ગ્રુપ સેકન્ડરી સ્કૂલના બે યુનિટ, એન.જી જોશી હાઇસ્કૂલ અને કોટડિયા જે.એમ.સાર્વજનિક હાઇસ્કૂલનો સમાવેશ થાય છે.

Sabarkantha 10th 12th Supplementary Exams Organize | સાબરકાંઠામાં ધો.10-12ની  પૂરક પરીક્ષા 23 જૂનથી: હિંમતનગરમાં 17 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે, કલેક્ટરની  અધ્યક્ષતામાં ...

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે  હિંમતનગરમાં માય ઓન હાઇસ્કૂલ અને મદ્રેસા હાઇસ્કૂલ એમ બે કેન્દ્રો રાખવામાં આવ્યા છે. વિજ્ઞાન પ્રવાહ માટે ચાર કેન્દ્રો નક્કી કરાયા છે. આમાં હિંમત હાઇસ્કૂલ યુનિટ-1, સ્વસ્તિક હાઇસ્કૂલ અને જૈન આચાર્ય આનંદ ધનસુરી વિધ્યાલયના બે યુનિટનો સમાવેશ થાય છે. બેઠકમાં કલેક્ટરે પરીક્ષા સંચાલન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિત વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0