ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગરના અને વાહનોમાં ગેરકાયદેસર બ્લેક ફિલ્મ લગાવેલા વાહનચાલકો સામે વિશેષ ઝુંબેશ હાથ ધરી આ કાર્યવાહી દરમિયાન કુલ 3,678 કેસ નોંધવામાં આવ્યા પોલીસ મહાનિર્દેશક અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં જિલ્લાના વિવિધ માર્ગો પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ અભિયાનમાં ટ્રાફિક શાખા અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોની ટીમોએ સંયુક્તપણે કામગીરી કરી.

ચેકિંગ દરમિયાન, નંબર પ્લેટ વગરના 3,050 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી આ ઉપરાંત, બ્લેક ફિલ્મ લગાવેલા 628 વાહનો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આમ, કુલ 3,678 વાહનચાલકો સામે કેસ નોંધાયા સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક શાખાના PSI એ.વી.જોશીએ જણાવ્યું આવા વિશેષ ટ્રાફિક અભિયાનનો મુખ્ય હેતુ માર્ગ સલામતી સુધારવાનો, ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનો અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાનો.

તેમણે ઉમેર્યું આગામી દિવસોમાં પણ જિલ્લામાં આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે જિલ્લા ટ્રાફિક પોલીસે વાહનચાલકોને અપીલ કરી કે તેઓ નિયમ મુજબ નંબર પ્લેટ લગાવે, ગેરકાયદેસર બ્લેક ફિલ્મનો ઉપયોગ ટાળે અને તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરીને પોલીસને સહકાર આપે.


