પાટણમાં પાલિકાએ કતલખાના સીલ કરવાની નોટિસ આપતાં વેપારીઓએ વિરોધ નોંધાવી કલેક્ટરને રજૂઆત કરી…

December 24, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ નગરપાલિકા દ્વારા માંસ-મટનના વેપારીઓને 31 ડિસેમ્બર સુધીમાં દુકાનો અને કતલખાના સીલ કરવાની નોટિસ આપવામાં આવી કુરેશી જમાત દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો આ મામલે વેપારીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી મધ્યસ્થી કરવાની માંગ કરી આજે કુરેશી જમાતના અગ્રણીઓ અને સ્થાનિક વેપારીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું વેપારીઓના જણાવ્યા અનુસાર, નગરપાલિકાએ 22/12/2025 ના રોજ નોટિસ આપીને ગેરકાયદેસર કતલખાના બંધ કરવા સૂચના આપી.

સ્લોટર હાઉસ બનાવવા માટે માત્ર એક મહિનાનો સમય આપવામાં આવ્યો જે વ્યવહારિક રીતે ખૂબ ઓછો નિયમ મુજબ સ્લોટર હાઉસ બનાવવાની પ્રાથમિક જવાબદારી નગરપાલિકાની હોય વેપારીઓએ વધુમાં જણાવ્યું કે, જો તેઓ સ્વખર્ચે સ્લોટર હાઉસ બનાવવા તૈયાર તો પણ તંત્ર દ્વારા તેમને જરૂરી જગ્યા કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવામાં આવતી નથી. વર્ષ 2023 ના હાઈકોર્ટના ચુકાદા મુજબ રિટેલ વેપારીઓને લાયસન્સ આપવાના હોય.

More than 50 illegal slaughterhouses to be sealed in Patan | પાટણમાં 50 થી  વધુ ગેરકાયદેસર કતલખાના સીલ થશે: નગરપાલિકા 31મી ડિસેમ્બરે પોલીસ બંદોબસ્ત  સાથે કડક કાર્યવાહી ...

વેપારીઓએ લાયસન્સ મેળવવા માટે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ અને નગરપાલિકામાં જરૂરી NOC માટે અરજીઓ કરી હોવા છતાં તંત્ર દ્વારા જાણીજોઈને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. વેપારીઓએ સ્પષ્ટ કર્યું તેઓ કાયદો હાથમાં લેવા માંગતા નથી, પરંતુ જો 31 ડિસેમ્બરે તેમની દુકાનો સીલ કરવામાં આવશે તો તેઓ કાયદાકીય લડત આપશે. હાલ વેપારીઓએ કલેક્ટરને વિનંતી કરી કે તેઓ ચીફ ઓફિસર સાથે મધ્યસ્થી કરી વેપારીઓને લાયસન્સ મેળવવા માટે વધુ સમય અપાવે, જેથી નાના વેપારીઓની રોજીરોટી છીનવાય નહીં.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0