પાટણ : પાટણ નગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહથી શહેરની અંદર જાહેર માર્ગો પર થયેલા નાના-મોટા દબાણ દૂર કરવાની ડ્રાઇવ ચાલી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન એક સપ્તાહમાં એક લાખથી વધુ દંડ ફટકાર્યો છે અને નાના-મોટા સર સાધનો જપ્ત કર્યા સોમવારે સાંજે શહેરના દોશીવટ વિસ્તારમાં ડ્રાઇવ દરમિયાન તકરાર સર્જાતા મામલો ગરમાતા ટીમ પરત ફરી હતી. પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાની ટીમ સોમવારે પોલીસ બંદોબસ્ત સાથે સેનેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફ સાથે શહેરના દોશી વટ વિસ્તારમાં ડ્રાઇવ કરી રહ્યા હતા.

જેમાં દબાણમાં બહારના બેનરો મૂકવામાં આવેલી આડાશો કાઉન્ટર વગેરે દૂર કરવાની સૂચના આપી દંડાત્મક કાર્યવાહી કરી 14 વ્યક્તિઓને રૂ. 7,000 દંડ ફટકાર્યો અને નાની મોટી 20 વસ્તુ જપ્ત કરી હતી આ દરમિયાન એક ફૂટવેરની દુકાન દારે પાલિકાની ટીમ સાથે તકરાર ઉપર ઉતરી આવ્યા હતા. બોલાચાલી થવા લાગી હતી. અમને જાણ કર્યા વગર તમે કેમ દંડ લેવા આવી ગયા એવા આક્ષેપો કરવા લાગ્યા હતા.
![]()
વેપારીઓની આક્ષેપબાજી ઉગ્ર બનતા પાલિકાની ટીમ ડ્રાઇવનું કામ બંધ કરી પરત ફરી હતી. આ બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલે જણાવ્યું હતું કે વેપારીઓ સાથે બેઠક કરી યોગ્ય ગાઈડલાઈન તૈયાર કરી ટૂંક સમયમાં સમગ્ર સિટીમાંથી દબાણ હટાવવાનું આયોજન છે. અત્યારે એક ટીમ છે પછી ત્રણ ટીમ કામ કરશે. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી સતત ચાલુ રહેશે.


