ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢમાં અમીરગઢ તાલુકા પોલીસ દ્વારા આગામી તહેવારોને લઇ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં અમીરગઢ પીએસઆઇ એમ.કે.ઝાલા તેમજ અમીરગઢ પોલીસ સ્ટાફ સાથે રહી ઈકબાલગઢ ગામમાં ફ્લેગ માર્ચ યોજી હતી.
અમીરગઢ તાલુકામાં આગામી સમયમાં આવનારા હોળી-ધૂળેટીના તહેવારને લઈને અમીરગઢ પોલીસ તેમજ ઈકબાલગઢ પોલીસ દ્વારા ઇકબાલગઢ ગામમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં અમીરગઢના એમ.કે.ઝાલા સહિતના તમામ પોલીસ સ્ટાફે સાથે રહી આવનારા તહેવારને લઈને અમીરગઢ-ઈકબાલગઢ સહિત આજુબાજુના પંથકમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે તે હેતુથી ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
આ અંગે અમીરગઢ પીએસઆઇ એમ.કે.ઝાલાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આવનાર તહેવારો જેમ કે હોળી-ધુળેટી તહેવારોને લઈ અમીરગઢ, ઈકબાલગઢ, વિરમપુર તેમજ કપાસિયા સહીત આજુબાજુના ગામોમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે તે હેતુથી આજે ઈકબાલગઢમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર