કડીના નંદાસણ ગામે તારે અહીંથી પેસેન્જરો ભરવાના નથી તેમ કહી રિક્ષા ડ્રાઇવરને માથા પર પાઇપનો ફટકો મારી 7 હજાર લૂંટી ઇસમ ફરાર

October 15, 2022

— પેસેન્જર ભરવાની બાબતે થઈ માથાકૂટ :

ગરવી તાકાત મહેસાણા :  કડી તાલુકાના નંદાસણ ગામે નજીવી બાબતમાં રિક્ષા ચાલકને માથાના ભાગે લોખંડની પાઇપનો ફટકો મારી રોકડ રકમની લૂંટ ચલાવી ઇસમ ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો ઇજાગ્રસ્ત રિક્ષાચાલકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પોલીસે લૂંટની ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી કડી ગામના મોહમ્મદભાઈ અછવા જે પોતે રિક્ષા ચલાવીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે
અને કડીથી પોતાની રિક્ષા નં. GJ 2 XX 1310મા પેસેન્જરો ભરીને નંદાસણ ઓવરબ્રીજ પુલ નીચે પહોંચતા પેસેન્જરો ઉતારીને કડીના પૅસેન્જરો પોતાની રિક્ષામાં ફરતા હતા તે દરમ્યાન નંદાસણ નો સુફીયાન ઉર્ફે અબુ સૈયદ નામનો ઈસમ આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તારી રિક્ષામાં પેસેન્જરો ભરવા ના નહીં અને જો પેસેન્જરો ભરવા ના હોય તો મને પૈસા આપવા પડશે જ્યારે મોહમ્મદ ભાઈએ પૈસા આપવાની ના પાડતા આવેલ નામના ઈસમે તેના હાથમાં રહેલ લોખંડની પાઇપ વડે રિક્ષા ચાલક ઉપર હુમલો કર્યો હતો
અને લોખંડની પાઇપનો ફટકો મહમ્મદભાઈ ના માથામાં તેમજ હાથે પગે પાઇપના ફટકા માર્યા હતા અને મહંમદભાઇના ખીચામાં રહેલ ₹. 7 હજાર રોકડા લૂંટી કરી રીક્ષાને નુકશાન કરીને ફરાર થઇ ગયો હતો જ્યાં ઈજાગ્રસ્ત મહંમદભાઈએ બૂમાબૂમ કરતાં નજીકના લોકો દોડી આવ્યાં હતા અને નંદાસણ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં તેમ જ વધુ ઈજાઓ પહોંચતા તેઓને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ઘટનાની જાણ કડી તાલુકાના નંદાસણ પોલીસને થતા પોલીસે લૂંટની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0