મહેસાણાના ખેરવામાં ચાર શખ્સોએ યુવતીને માર મારી કપડાં ફાડી નાખ્યા, અગાઉ ધમકીઓ આપતા હતા
ગરવી તાકાત, મહેસાણા તા. 10 – મહેસાણા તાલુકાના ખેરવા ગામે મામાના ઘરે રહેતી યુવતીને નજીવી બાબતે જૂની અદાવતનો ખાર રાખી ગામમાં રહેતા અને સમાજના જ ચાર લોકોએ કપડા ફાડી વાળ ખેંચી લાફા મારી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર કેસમાં મહેસાણા તાલુકા પોલીસે હુમલો કરનાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ખેરવા ગામે મામાના ત્યાં રહેતી 24 વર્ષીય યુવતીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે. દોઢ વર્ષ અગાઉ ગામમાં રહેતા અનિલ રાવળે મહેસાણામા આવેલ એક શેર બજારની ઓફિસમાં નોકરી લગાડી હતી. ત્યારબાદ અનિલ રાવળને શેર બજારની ઓફિસના શેઠ સાથે માથાકૂટ થતા અનિલ નોકરી છોડી મૂકી હતી. જેથી અનિલ પોતાને પણ નોકરી છોડી દેવા દબાણ કરતો જોકે તેણે નોકરી ન છોડતા પોતે ગામમાં કોઈ જોડ વાત કરે તોય અનિલ રાવળ ઇર્ષા કરતો હતો અને માથાકૂટ કરતો હતો.
7 ઓગસ્ટ સવારે અગિયાર કલાકે ફરિયાદી યુવતી પોતાના ઘરે હતી એ દરમિયાન ગામમાં રહેતા રાવળ બીપીન અમરતભાઈ યુવતીના ઘર સામે રહેતા એક બહેનના ઘરે આવી બોલતો હતો કે “આ યુવતીને તમે ઘરે કેમ બોલાવો છો એને નહિ બોલાવવાની” આમ કહી ફરિયાદી યુવતીમાં ઘર સામે આવી બોલચાલી કરતો હતો. આ દરમિયાન ફરિયાદી યુવતીની દાદી આવીને બીપીનને કહ્યું કે “આ યુવતીએ તમારું શુ બગડ્યું છે” એમ કહેતા વૃદ્ધ દાદને ધક્કો મારી પાડી દીધા હતા.
બાદમાં બીપીન રાવળે ફોન કરી પોતાના ભાઈ અનિલ રાવળ, લક્ષમણ રાવળ અને આનંદ રાવળને બોલાવી ફરિયાદી યુવતી સાથે માથાકૂટ કરી બોલચાલી કરી ગાળો બોલવા લાગ્યા હતાં. આ દરમિયાન ફરિયાદી અને તેના મામીએ ગાળો બોલવાની ના પાડતા રાવળ બીપીને ફરિયાદી યુવતીને ગાલ પર લાફા માર્યા હતાં. લક્ષમણ ચંદુભાઈ રાવળે યુવતીમાં વાળ ખેંચ્યા અને બીપીન રાવળે યુવતીમાં છાતીના ભાગે કપડાં પકડી ફાડી નાખ્યા હતા. બાદમાં ચારે ભેગા મળી યુવતીને માર મારી રહ્યા રહ્યા હતા યુવતી બૂમાબૂમ કરતા મામી અને માહોલ્લાના બીજા માણસો આવી જતા હુમલો કરનાર ઈસમોએ જાનથી મારી નખાવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા.
બાદમાં યુવતી ફાટેલા કપડે પોલીસની ગાડીમાં બેસી મહેસાણા તાલુકા પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં તેણે કલમ BNS ક.74,115(2),352,351(2),54 મુજબ ખેરવાના બીપીન અમરતભાઇ રાવળ , અનીલ અમરતભાઇ રાવળ, લક્ષ્મણ ચંદુભાઇ રાવળ અને આનંદ કરશનભાઇ રાવળ તમામ (રહે. ખેરવા તા.જી.મહેસાણા) સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.