— મહેસાણા DSO કૃપાલી મિસ્ત્રીની 2 વર્ષ બાદ કચ્છમાં બદલી
ગરવી તાકાત મેહસાણા: રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા એક સાથે 134 નાયબ કલેક્ટરોની બદલી તેમજ નિમણૂંકના આદેશ કરાયા છે.જેમાં મહેસાણા જિલ્લા પુરવઠા અધિકારી તરીકે કૃપાલી મિસ્ત્રીની 13 ડિસેમ્બર 2019થી ફરજ બજાવતા તેમની બે વર્ષ બાદ કચ્છમાં સિવિલ ડિફેન્સના ડેપ્યુટી કંટ્રોલર તરીકે બદલી કરી દેવામાં આવી છે.
ખેરાલુના પ્રાન્ત અધિકારી મહિપતસિંહ ડોડીયા જિલ્લામાં મામલતદાર બાદ ખેરાલુ પ્રાન્ત તરીકે બે વર્ષ ફરજમાં રહ્યા. હવે તેમની સાબરકાંઠામાં પ્રાંતિજ પ્રાન્ત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે મહેસાણાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.વી. પ્રજાપતીની પોણા બે વર્ષની અંદર બદલી કરી તેમને સાબરકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી તરીકે નિમણૂંક અપાઇ છે.
જ્યારે જિલ્લામાં ખાસ જમીન સંપાદન અધિકારી તરીકે ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલટી ગાંધીનગરના ડે. ડાયરેક્ટર એમ.આર.પ્રજાપતિની બદલી કરી નિમણૂંક આપી છે. પાલનપુર પ્રાન્ત અધિકારી એસ.ડી. ગીલવાનીની બદલી કરી જિલ્લા પુરવઠા અધિકારી તરીકે મૂકાયા છે.
કડીના પ્રાન્ત અધિકારી તરીકે ગાંધીનગર મ્યુનિસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર પી.સી.દવે, મહેસાણા નાયબ જિલ્લા ચૂ઼ટણી અધિકારી તરીકે નર્મદા કેવડીયા કોલોનીના આસી.કમિશ્નર મયુર પરમાર તેમજ ખેરાલુ પ્રાન્ત અધિકારી તરીકે સાંણદના પ્રાન્ત અધિકારી જે.જે. પટેલની નિણમૂંક કરાઇ છે.