ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લામા કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં ગઈકાલે બુધવારે નવા 227 કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસ દરમિયાન કુલ 400 કેસ સામે આવી ચૂક્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 1485 પર પહોંચ્યો છે.
ગઈકાલે જિલ્લામાં નવા 3218 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે 400 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે શહેરી વિસ્તારોમાં 74 કેસ ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં 154 કેસ નોંધાયા છે.
ગઈકાલે જિલ્લામાં મહેસાણા સિટીમાં 40 કેસ ગ્રામીણમાં 44 કેસ,વિસનગર સિટીમાં 2 અને ગ્રામ્યમાં 6, વડનગર સિટીમાં 2 અને ગ્રામ્યમાં 7,ખેરાલુ સિટીમાં 0 અને ગ્રામ્યમાં 1 ,સતલાસણા ગ્રામ્યમાં 2 કેસ, ઊંઝા સિટીમાં 6 કેસ અને ગ્રામ્યમાં 6 વિજાપુર સિટીમાં 0 કેસ અને ગ્રામ્યમાં 17 ,બેચરાજી સિટીમાં 0 અને ગ્રામ્યમાં 2 ,જોટાણા ગ્રામ્યમાં 2 કેસ કડી સિટીમાં 25 કેસ અને ગ્રામ્યમાં 66 કેસ મળી નવા 228 કેસ સામે આવ્યા છે.