ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લાનો કોરોનાની પીકમાંથી પસાર થઇ ચૂક્યો હોવાથી અનુમાન સાચુ પડ્યું છે. હવે નવા કેસોની સંખ્યા ધીમે ધીમે ઘટશે. ફેબ્રુઆરી મહિનાની તા.15થી 20 સુધીમાં કોરોનાની ત્રીજી લહેર પૂર્ણ થઇ જશે તેવું અનુમાન છે. તબીબોના મત્ત મુજબ, ત્રીજી લહેરની શરૂઆતમાં જે રીતે કેસો સામે આવી રહ્યા હતા. તે પ્રમાણે ત્રીજી લહેરનો સમય દોઢેક મહિનાનો રહેશે તેવું અનુમાન હતું. જે સાચુ પડ્યુ છે.
જિલ્લામાં સોમવારે 144 કેસ સામે આવતા કોરોના એક્ટિવ કેસનો ગ્રાફ 1810 પર પહોંચી ગયો છે. સોમવારે જિલ્લામાં 245 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. શહેરી વિસ્તારોમાં 67 કેસ ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં 77 કેસ નોંધાયા હતા.