મહેસાણાની APMCમા 16 બેઠક સામે 4 ગણા 59 ફોર્મ ભરાયાં,BJPના મેન્ડેટ અંગે સસ્પેન્સ,,

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મેહસાણા: મહેસાણા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ત્રણ વિભાગની 16 બેઠક માટે કુલ 59 ઉમેદવારોએ 59 ફોર્મ ભર્યાં છે. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠક માટે 44, વેપારી વિભાગની 4 બેઠક માટે 11 અને ખરીદ વેચાણ વિભાગની 2 બેઠક માટે 5 ફોર્મ ભરાયાં છે. ખરીદ વેચાણમાં એક વ્યક્તિએ બે ફોર્મ ભર્યા હોવાનું ચૂંટણી અધિકારી જિલ્લા રજીસ્ટ્રાર નિમેષભાઇ પટેલે જણાવ્યું હતું.

સોમવારે ફોર્મની ચકાસણી કરી માન્ય, અમાન્ય જાહેર કરશે. માન્ય ઉમેદવારો માટે 3 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પરત ખેંચવાની અવધી હોઇ ત્યાર પછી હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. જોકે, હજુ ભાજપમાંથી નામોનો મેન્ડેટ નહીં આવતાં પાર્ટીફોરમથી કોણ ચૂંટણીમાં રહેશે તેને લઇ હજુ પણ સસ્પેન્સ છે. નામોની ખેંચતાણ સાથે લોબિંગ ચાલી રહ્યાનું સૂત્રોનું કહેવું છે.

મહેસાણા માર્કેટયાર્ડમાં કેટલાક વર્તમાન ડિરેક્ટરો, ઉપરાંત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોએ પણ ઝંપલાવ્યું છે. મહેસાણા પાલિકાના કોર્પોરેટર અને ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર દિપકભાઇ પટેલ, જિલ્લા પંચાયતના ડેલીગેટ વિષ્ણુભાઇ ચૌધરી (લક્ષ્મીપુરા ખારા), તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સોમાભાઇ પટેલ (ધાધુસણ), મિલનભાઇ ચૌધરી, આગેવાનો અંબાલાલ પટેલ, ભાઇલાલભાઇ પટેલ, રામભાઇ પટેલ સહિતે મેદાનમાં છે. જોકે, 3 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચવાની અવધી હોઇ કેટલાક ફોર્મ પરત ખેંચાશે. હાલ તો બેઠકો કરતાં છ ગણા વધુ ફોર્મ ભરાયા છે. ત્યારે ભાજપમાંથી નામનું લોબિંગ ચાલુ થયું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.