ગુજરાતમાં પાટણના મણુંદ અને જામનગરના ગરેડિયામાં પશુપાલક ગધેડીનું દૂધ 7 હજાર રુપિયાના ભાવે વેચી રહ્યાં છે

October 11, 2023

જામનગરથી 40 કિમી દૂર આવેલાં ગરેડિયા ગામમાં રહેતા માલધારી વશરામભાઇ ટોંગાભાઇએ ગઘેડીનું એક લિટર દૂધ 7000 રૂપિયા લિટરના ભાવે વેચી રહ્યાં છે

વશરામભાઈ છેલ્લી ત્રણ પેઢીથી હાલારી ગધેડા રાખી પશુપાલનનો વ્યવસાય કરે છે. હાલ તેમની પાસે 40 નર-માદા હાલારી ગધેડી છે

ગરવી તાકાત, તા. 11 – ભારતમાં અનેક દૂધાળા પશુઓનું પાલન કરવામાં આવે છે. જેમાં ગાય, ભેંસ કે બકરી સામેલ છે. આમ તો અત્યાર સુધી તમે મોટાભાગે ગાય, ભેંસ, બકરી કે વધુમાં વધુ ઊંટડીના દૂધનું સેવન કર્યું હશે કે સાંભળ્યું હશે. પરંતુ દેશમાં પહેલીવાર કઈંક એવું છે કે જે તમને અચંબિત કરી મૂકશે. આજ સુધી તમે ગાય કે ભેંસના દૂધની ડેરી જોઈ હશે પરંતુ બહુ જલદી હવે ગધેડીના દૂધની ડેરીઓ ખુલી છે. ગધેડીનું દૂધ બજારમાં 6000 રૂપિયાથી લઈને 7000 રૂપિયા પ્રતિ લિટર સુધીમાં વેચાય છે. તેનાથી બ્યૂટી પ્રોડક્ટ્સ પણ બને છે. જે ખુબ મોંઘી હોય છે. ગધેડીના દૂધનો ઉપયોગ સાબુ, લિપ બામ, બોડી લોશન બનાવવા માટે થાય છે. ડેરી શરૂ કરવા માટે NRCE હિસારના કેન્દ્રીય ભેંસ અનુસંધાન કેન્દ્ર અને કરનાલના નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોની પણ મદદ લેવાઈ છે.

જામનગરથી 40 કિમી દૂર આવેલાં ગરેડિયા ગામમાં રહેતા માલધારી વશરામભાઇ ટોંગાભાઇએ ગઘેડીનું એક લિટર દૂધ 7000 રૂપિયા લિટરના ભાવે વેચ્યું છે. વશરામભાઈ છેલ્લી ત્રણ પેઢીથી હાલારી ગધેડા રાખી પશુપાલનનો વ્યવસાય કરે છે. હાલ તેમની પાસે 40 નર-માદા હાલારી ગધેડી છે.  દેશમાં રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર (NRCE) હિસારમાં ગધેડીના દૂધની ડેરી ખોલવામાં આવી છે. NRCE હિસારમાં હલારી નસ્લની ગધેડીના દૂધની ડેરી ખુલી છે જેના માટે એનઆરસીઈએ 10 હલારી નસ્લની ગધેડીઓને પહેલેથી મંગાવી લીધી છે.

ગધેડીને અત્યાર સુધી તમે મજાકનું પાત્ર સમજતા હતાં પરંતુ હવે તમારે ખરેખર તમારા વિચાર બદલવાની જરૂર છે. કારણ કે ગધેડીનું દૂધ માણસો માટે ખુબ ફાયદાકારક હોય છે ડૅરી વ્યવસાય ખૂબ જ પ્રચલિત છે. આ વ્યવસાય ખેડૂતો અને પશુપાલકોને સારી આવક કમાવી આપવા માટે એક ઉત્તમ તક આપે છે. સામાન્ય રીતે માન્યતા એવી છે કે ડૅરીઓ ગાય અથવા ભેંસના દૂધથી ચાલે છે, પણ ગુજરાતમાં  પણ હવે ખાસ પ્રકારની ડૅરીઓ ખોલવામાં આવી રહી છે જે ગધેડીના દૂધના ઉત્પાદન સાથે જોડાયેલી છે.

હલારી નસ્લની ખાસિયત – આ પ્રજાતિ ગુજરાતમાં મળી આવે છે. જેના દૂધને દવાનો ખજાનો ગણવામાં આવે છે. હલારી પ્રજાતિની ગધેડીમાં કેન્સર, મોટાપો, એલર્જી જેવી બીમારીઓ સામે લડવાની પુષ્કળ ક્ષમતા હોય છે. અનેકવાર ગાય કે ભેંસના દૂધથી નાના બાળકોને એલર્જી થાય છે પરંતુ હલારી પ્રજાતિની ગધેડીના દૂધથી ક્યારેય એલર્જી થતી નથી. ગધેડીના દૂધમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી એજિંગ તત્વો ખુબ મળી આવે છે. જ્યારે દૂધમાં ફેટનું પ્રમાણ નહિવત હોય છે. ગધેડીના દૂધ પર રિસર્ચનું કામ NRCE ના પૂર્વ ડાઈરેક્ટર ડોક્ટર બી એન ત્રિપાઠીએ શરૂ કરાવ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0