કોરોનાની બીજી લહેર વચ્ચે ખેરવા ગામની સીમમાથી એક જુગાર ધામ ઝડપાયુ છે. જેમાં આરોપીઓ ગામની પાણી પુરવઠાની કચેરી પાસે જુગાર રમતા હતા. પોલીસની રેઈડમાં ત્રણ આરોપી સહીત 21 હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો. આ કાર્યવાહી મહેસાણા એલસીબીએ સફળતા પુર્વક પુરી પાડી આરોપીઓ વિરૂધ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.
મહેસાણા એલસીબી પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, ખેરવા ગામની સીમમાં આવેલ પાણી પુરવઠાની ટાંકી પાસે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેથી એલસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી આરોપીઓને કોર્ડન કરી દબોચી લીધા હતા. જેમાં તેમની પાસેથી કુલ 21,500/- નો મુદ્દામાલ પણ ઝપ્ત કરાયો હતો.
એલસીબીની કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપીના નામ પટેલ સુનીલ બળદેવભાઈ, ઠાકોર જીતેન્દ્ર જયંતીજી, પટેલ શૈલેષ ગાંડાલાલ, તમામ રહે – ખેરવા, તા,જી.મહેસાણાળા હોવાનુ સામે આવ્યુ છે. એલસીબીએ આરોપી સામે જુગારધારા તથા જાહેરનામાંના ભંગ હેઠળ મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.