ગરવી તાકાત કાંકરેજ : બનાસકાંઠા જીલ્લાનાં કાંકરેજ તાલુકાણા ખીમાણા ગામે ગતરોજ મંગળવારની મોડીરાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ રમેશભાઈ મોતીભાઈ દેસાઈ ( શુભમ પાર્લર વાળા ) નાં બંધ મકાનને નિશાન બનાવી મકાનની પાછળનાં ભાગે આવેલ લોખંડની બારી તોડી મકાનમાં પ્રવેશ કરી સોના – ચાંદીનાં દાગીનાં તેમજ રોકડ રકમની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતાં. જોકે તસ્કરોએ
ચોરી દરમ્યાન મકાનની અંદર કબાટ , તિજોરી , કપડાં ભરેલા થેલા તેમજ સૂટકેસ જેવી વસ્તુઓની તોડફોડ કરી હતી

અને સૂટકેસ તેમજ કપડાં ભરેલા થેલા અને કપડાં મકાનની પાછળનાં ભાગે વેરણ – છેરણ હાલતમાં ફેંકી દિધા હતાં…. જોકે બનાવની જાણ મકાન માલિકને થતાં મકાન માલિક રમેશભાઈ મોતીભાઈ દેસાઈએ આવી ઘટનાની જાણ શિહોરી પોલીસને કરતાં શિ
હોર પોલીસ તાબડતોબ ઘટનાં સ્થળે આવી પહોંચી હતી… અને બનાવનાં પગલે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી ચોરોને પકડી પાડવા માટેનાં ચક્રો ગ્તિમાન કર્યા હતાં…

જોકે અત્રે ઉલ્લેખનિય છેક ખીમાણામાં અવાર નવાર તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતાં હોય છે. અગાઉ જૈન દેરાસર તેમજ હનુમાનજી દાદાનાં મંદિરને પણ ચોરોએ નિશાન બનાવ્યાં હતાં..ત્યારે દિન પ્રતિદિન ખીમાણામાં તસ્કરો પોતાનું માથું ઉંચકી રહ્યાં છે ત્યારે સ્થાનિક પોલીસ પણ સજાગતા દાખવી આવા નિશાચર નરાધમોને ઝડપી પડી કાયદાનાં પાઠ ભણાવે તે જરૂરી છે… તો વળી બીજી તરફ ખીમાણાની સ્થાનિક પ્રજામાંથી એવો પણ સૂર ઉઠી રહ્યો છે કે શિહોરી પોલીસ દ્વારા ખીમાણામાં સઘન રાત્રી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તે પણ જરૂરી છે
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ