કાંકરેજ તાલુકામાં થરા સહિત આજુબાજુમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર પધરામણી

શેર કરવા અહીં ક્લિક કરો.

— બલોચપુર ગામે વૃધ્ધ ઈસમ પર વિજળી પડતાં ઈજાગ્રસ્ત :

ગરવી તાકાત કાંકરેજ : કાળઝાળ ગરમી બફારા વચ્ચે ગઈકાલે બપોરના એક વાગ્યાના સમારે હવામાન અચાનક પલટો કાંકરેજ તાલુકામાં થરા, વડા, બલોચપુર સહિત આજુબાજુના વિસ્તારમાં આવ્યો હતોને તોફાની પવન ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ હતી.
કાળજુ ધ્રુજાવે તેવા ખરે બપોરે વીજચમકારા ને કડાકા વચ્ચે ધોધમાર વરસાદ ચાલુ થતાં કાંકરેજ તાલુકના બલોચપુર ગામના ખેડૂત દેશળાજી હરચંદજી ઠાકોર વરસાદ ચાલુ થતાં ખીલ્લે બાંધેલી ભેંસ છોડવા જતા અચાનક વીજળી પડતા દેશળાજી ઠાકોર ઘાયલ થતાં થરા રેફરલ હોસ્પિટલમાં લાવ્યા હતા જોકે વધુ સારવાર માટે  ૧૦૮ ઈમરજન્સી વાન દ્વારા પાટણ ખસેડાયા હોવાનું જાણવા મળે છે.
તેમજ ઉણ મુકાજી ચકાજી ઠાકોરના ખેતર માં ખીલ્લે બાંધેલી ભેંસ પર વીજળી પડતા ભેંસ મૃત્યુ પામી હતી  બાજરી સહિત ઉનાળું કૃષિ પાકને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળે છે.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.