કડીમાં ગણપતિ બાપા ની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ‌ ની માંગ ઉઠી

August 30, 2022

— પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ ને કારણે જળસૃષ્ટિને વ્યાપક નુકસાન ને પહોચતું હતું નુકશાન :

— ઇક્કો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સાથે અલગ અલગ વેશભૂષાનું અદભુત સર્જન :

ગરવી તાકાત મહેસાણા : મહાદેવની ભક્તિના વિરામ બાદ વિઘ્ન હર્તા ગણપતિ દાદા આવી ગયા છે.ગણપતિ બાપા ની ઉજવણી ના ભાગ રૂપે ઠેર ઠેર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કડી માં પણ અનેક જગ્યાએ ગણપતિ બાપા ની સ્થાપના માટે પંડાલ બનાવી રહ્યા છે.  પહેલા મોટી સંખ્યામાં લોકો પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી તૈયાર થતી મૂર્તિ‌ઓને નદી કે જળાશયોમાં પધરાવવાથી જળસૃષ્ટિને વ્યાપક નુકસાન થતું હોય છે. આ સંજોગોમાં છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિનો સંચાર થયો છે.
એટલે જ એક સમયે ગણેશોત્સવ સમયે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ‌નો આગ્રહ રાખનારા મંડળો અને ગણેશ ભક્તો હવે ઇકોફ્રેન્ડલી મૂર્તિ‌ઓને પહેલી પસંદ બનાવી રહ્યા છે. તેમના આ વિચારથી માત્ર પર્યાવરણને જ ફાયદો થાય છે તેવું નથી, સાથે ‘વિઘ્નહર્તા’ની મૂર્તિ‌ઓ બનાવતા કારીગરોને પણ રોજગારી મળી રહે છે.
ગણેશ ઉત્સવ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગણેશજીની વિવિધ આકાર, સ્વરૂપની મુર્તિઓ બજારમાં જોવા મળે છે. કેટલાક કારીગરો પર્યાવરણને બચાવવાના હેતુથી માત્ર ઈકો-ફ્રેન્ડલી મુર્તિ તૈયાર કરે છે. કલાકરો દ્રારા ઈકો-ફ્રેન્ડલી ગણેશની મુર્તિઓ તૈયાર કરવામા આવી છે. આ ખુબ આકર્ષિત અને નાની-મોટી તમામ પ્રકારની જોવા મળે છે. પીઓપીની મુર્તિ કરતા પણ સારી ઈકો-ફ્રેન્ડલી મુર્તિ તૈયાર કરવામાં આવે છે.
પર્યાવરણને નુકશાન ના થાય તે માટે આવી મુર્તિનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવે છે. જેમાં ખાસ પ્રકારના રંગોથી તેને સુશોભિત કરીને મુર્તિમાં પાઘડી, મુગટ, સાફો, માળા, મોરપીછ, સહીતની વસ્તુઓ લગાવીને મુર્તિને આકર્ષક બનાવવામા આવે છે.માટીની મૂર્તિઓ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. કડી રસ્તા પર ઇક્કો ફ્રેન્ડલીના ગણપતિ સ્ટોલ રસ્તા પર જોવા મળી રહ્યા છે. અને મોટી સંખ્યામાં ભાવિ ભકતો ગણપતી બાપા ની મુર્તિઓ લેવામાં માટે સ્ટોલ ઉપર ઉમટી પડ્યા હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0