કડી માં જમીન ની દલાલી ના વધારે પૈસા માંગતા ના આપતા યુવાનોને ઢોર માર માર્યો

June 7, 2022

— જમીન ની દલાલી કરતા ઈસમોએ વેચાણ લેનાર યુવાન પાસે પૈસા દલાલી ના વધારે માંગતા ના આપતા 5 ઇસમો ભેગાં મળીને માર માર્યો :

ગરવી તાકાત મહેસાણા : વિષ્ણુભાઇ નિરંજનભાઈ શર્મા રહે કલોલ  જે એરફોર્સ માં એસ.એન.સી.ઓમાં રિટર્યાડ છે અને હાલ જય ભવાની લેજર એન્ડ મેટલ ઇન્ડસ્ટ્રીયલ નામની ફેકટરી ચલાવે છે. અને તેમને થોડાક સમય પહેલા આંદુદરા ગામની સીમમાં આવેલ સર્વે નં 631 જે જમીન ત્રણ વીઘા ખરીદી હતી અને જમીન ખરીદતા તેમને વચ્ચે એક દલાલ તરીકે પટેલ ભરતભાઇ રહે લક્ષ્મીપુરા તથા પટેલ સુરેશભાઈ રહે   આંદુદરા વાળા અને ડિસેમ્બર મહિનામાં બાનું આપેલ અને પછી ચાલું વર્ષ ના બીજા મહિના માં દસ્તાવેજ કરેલ અને પછી થોડા મહિના બાદ જમીન વેચાણ આપવાની હોય
ખરીદ કરનારા લાવતા જમીન ના એક કરોડ ત્રણ લાખમાં વેચાણ આપેલ અને ભરતભાઇ તથા સુરેશભાઈ ને ચોથા  મહિના માં જ ભરતભાઇ ને 1 લાખ રૂપિયા તથા સુરેશભાઈ 95000 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરેલ અને એક ટકા લેખે દલાલી નક્કી કરવામાં આવેલ હોવા છતાં તેમને વધારે રૂપિયા ની લાલચ જાગતા યુવાનને વારંવાર ફોન કરી કે તેમના કારખાને જઈ ને વાર વાર વધું પૈસા ની માગણી કરતા હતા અને વઘારે પૈસા ના આપતા જેમ તેમ ગાળો બોલતા હતા અને મારવાની ધમકીઓ આપતા હતા.
ત્યારે ચાર તારીખ ના રોજ સફેદ કલર ની સ્વિફ્ટ ગાડી લઇને કોઈ ઈસમ આવી ને હોર્ન વગાડતા ઓફિસ માંથી બહાર આવ્યા હતા અને આ ગાડી માં પટેલ ભરતભાઇ તથા તેમની સાથે અન્ય પાંચ ઇસમો હતા અને તેમાંથી મુનો, સરપંચ ,અને ભરતભાઇ જોડે લોખડ ની પાઇપ તથા લાકડી ના ધોકા વડે માર માર્યો હતો
અને પછી ખેચી ને ગાડી ની અંદર નાખી ને જમીન ઉપર બેસાડી ને ભરતભાઇ કહેલ કે સુરેશભાઈ ને પૈસા આપી દે નહિ તો અહીંયા જ તને મારી નાખીશું તેવું ફોન ઉપર વાત કરેલ અને પૈસા નહિ આપે તો જાનથી મારી નાખશે તેવું ક્હેલ અને બચાવ માટે આવેલ ઈસમો ને થોડાં સમય માં પૈસા આપી દેવાની ખાત્રી આપતાં તેઓ ગાડી માં બેસાડી ને હરીપુરા રોડ ઉપર ગાડીમાંથી ધક્કો મારી રોડ ની સાઈડ ની ભાગમાં ફેંકી દીધેલ અને ત્યાં અવર જવર કરતા બાઈક ચાલક નો સહારો લઇને પોતાના કારખાને પહોચી ને પોતાના દીકરા ને બોલાવી ને સારવાર અર્થે
કડી માં આવેલ ભાગ્યોદય હોસ્પીટલ ખાતે લાવેલ અને વધુ માર ને ઈજાઓ ને કારણે શરીર ના ભાગે ફેક્ચર તથા નાની મોટી ઈજાઓ થઈ હતી અને વધુ સારવાર માટે કે. ડી હોસ્પીટલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતા. અને ઢોર માર મારેલ ઈસમો સામે કડી પોલિસ સ્ટેશન ખાતે પાંચ ઈસમો સામે ફરિયાદ નોધી ને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0