ગુજરાતમાં ઘટતા કેસોને ધ્યાને રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશિંક લોકડાઉનમાં રાહત આપી તમામ ઓફિસોને 100 ટકા સ્ટાફ સાથે વર્ક કરવાની પરમીશન આપી છે. ત્યારે આજે ફરિવાર રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 1120 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 3398 દર્દીઓ સાજા થયા છે. તો મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધોયો છે. છેલ્લા 24 કલાકમાં 16 દર્દીના મોત નીપજ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધી 22110 દર્દીઓ એક્ટિવ પેસન્ટ છે. ત્યારે કુલ 782374 દર્દીઓને સાજા થયા છે. વેક્સિનેશનની વાત કરવામાં આવે તો કુલ 1,79,14,812 રસીનો ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 2,75,139 લોકોનુ રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 દર્દીના મોત સાથે કુલ મોતનો આકંડો 9906 પર પહોંચ્યો છે.