ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં મોબાઇલ ચોરી કરી વિજાપુરમાં વેચવા આવેલા શખ્સને પોલીસે 7 મોબાઇલ સાથે દબોચ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા: ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલની ચોરી કર્યા બાદ મહેસાણાના વિજાપુરમાં મોબાઈલ વેચવા ફરતા ઇસમને વિજાપુર પોલીસે બાતમી આધારે ઝડપી લીધો હતો. પોલીસે મોબાઈલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વિજાપુર પોલીસ શહેરમાં પેટ્રોલિંગ પર હતી એ દરમિયાન પોલીસને મોબાઈલ ચોર અંગે ખાનગી રાહે બાતમી મળી હતી. જેમાં રેલવે ફાટક પાસે ટીબી ત્રણ રસ્તા પર એક ઈસમ બિલ વગરના મોબાઈલ લઈને વેચવા ફરી રહ્યો હતો. પોલીસે તેને ઝડપી તેની પાસેથી જુદા જુદા કંપનીના કુલ 7 મોબાઇલ કબ્જે કર્યા હતા.

પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપી સલાટ ગોપીએ ચાર માસ અગાઉ અલગ અલગ સ્થળે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે વિજાપુર પોલીસે મોબાઈલ ચોરને ઝડપી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.