ગરવી તાકાત ગાંધીનગર: ગાંધીનગર મહાનગર પાલિકાના કોટ્રાક્ટબેઝ સફાઈ કામદારોની ૬૩ દિવસથી વધુ સમયથી ચાલી રહેલી હડતાળ અને ધરણાંરૂપી લડતમાં કોંગ્રેસે ઝંપલાવતાં રાજકારણનો રંગ ભળ્યો છે. દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ઉપવાસ આંદોલન પર બેઠા છે
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એજન્સીઓ મારફતે કામ કરતા સફાઈ કામદારો લાંબા સમયથી કપાત પગાર, કોર્પોરેશનમાં ખાલી જગ્યાઓ ભરવા સહિતની માગણીઓ સાથે હડતાળ પર છે, જેમાં ૨ વખત પોલીસે સફાઈ કામદારોની અટકાયત પણ કરી હતી. સફાઈ કામાદોરને રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદ જેવાં સંગઠનો પર સમર્થન આપી ચૂક્યાં છે
ત્યારે લાંબા સમયથી કોર્પોરેશન દ્વારા તેમના પ્રશ્નો અંગે ધ્યાન અપાતું નથી. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યોએ સફાઈ કામદારોના સમર્થનમાં ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. ૩ ધારાસભ્ય સાથે કોંગ્રેસના અન્ય રાજકીય આગેવાનો તથા દલિત સમાજના આગેવાનો પણ ગાંધીનગર પહોંચશે. ગાંધીનગરના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા હાજરી આપશે પરંતુ અનશન પર નહીં બેસે.
ગાંધીનગર મનપાના કોટ્રાક્ટબેઝ સફાઈ કામદારો તેમની વિવિધ માગણીઓને લઈને છેલ્લાં ૬૩ દિવસથી હડતાળ પર છે ત્યારે તેમની માગણીને સરકાર સુધી પહોંચાડવા તેમની લડતના ટેકામાં ૩ ધારાસભ્યો અનશન પર ઉતરવાના છે ત્યારે આ મામલે હાલમાં રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે.


