ગરવી તાકાત હિંમતનગર: સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં બોગસ દસ્તાવેજ કરી જમીન પડાવી લેવાના અનેક કિસ્સાઓ પ્રકાશિત થયા છે ત્યારે વધુ એક કિસ્સો ઇડર ખાતે સામે આવ્યો છે.ઇડરના ઇસરવાડા પંચાયતની સીમમમાં આવેલ ખેતી લાયક જમીનના બોગસ દસ્તાવેજ કરી બારોબારીયું કરી વેચાણ કરી લેતા મૂળ માલિકે જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
હિંમતનગરના સવગઢ ગામના વતની મેમણ અબ્દુલસત્તાર હાજીઅબ્દુલરહીમ જમીન ના મૂળ માલિક છે પરંતુ એમની જાણ બહાર એમના આધાર કાર્ડ માં ફોટો બદલી અન્ય વ્યક્તિનો ફોટો લગાવી બારોબાર દસ્તાવેજ કરી જમીન વેચાણ કરી લીધી છે ત્યારે દસ્તાવેજ બાદ મૂળ માલિકને જાણ થતા મૂળ માલિકે તપાસ કરી જાદર પોલીસ મથકે વેચાણ લેનાર,સાક્ષીઓ અને અન્ય એક સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
એક તરફ જમીન વેચાણ લેનાર પાર્ટીએ ઇડર સબ રાજીસ્ટાર ખાતે દસ્તાવેજના ૧૫ દિવસ અગાઉ દસ્તાવેજ માટે ટોકન લીધેલ હતું પરંતુ ૧૫ દિવસ બાદ દસ્તાવેજ થયો એટલુંજ નહીં પરંતુ મૂળ માલિક ને જાણ બહાર મૂળ માલિકના આધાર કાર્ડમાં ફોટો બદલી સરખા (ભળતા) લાગતા માણસ ને બેસાડી એનો ફોટો આધારકાર્ડમાં લગાવી ને દસ્તાવેજ કરી લીધો છે જાેકે જમીન પર બેન્કનો બોજાે પણ હતો પરંતુ બોજાે કેન્સલ થતા એની નોંધ પડાવવા માટે ગયેલા મૂળ માલિકે બે નોંધો પડેલ જાેઈ ત્યારે મૂળ માલિકને જાણ થઈ હતી કે જમીન વેચાઈ ગઈ છે ત્યારે મૂળ માલિકે તપાસ હાથ ધરી અને પૂરતા ડોક્યુમેન્ટ જાેયા બાદ મૂળ માલિકે જાદર પોલીસ મથકે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી સાથેજ દસ્તાવેજ માં વાંધા અરજી પણ દાખલ કરી લીધી છે.
આરોપીઓના નામ અને ભૂમિકા કૃષ્ણકુમાર કોદરભાઇ પટેલ , રહે.. મોહનપુરા , તા-ઈડર ( સાક્ષીમાં સંડોવાયેલ),જમીલ હુસેન અબ્દુલ લતીફ વિજાપુર, રહે.લાલપુર, હિંમતનગર (સાક્ષી),સચીન મૂકેશ સોલંકી ,,રહે-તાજપૂરી. તા-હિંમતનગર (સાક્ષી),ખોટો ફોટો લગાડી વેંચાણ આપનાર ઈસમ (આધાર કાર્ડનો ઠગ)
એક તરફ આવા દસ્તાવેજ કરી બરોબારીયું કરતા ઈસમો દિવસે દિવસે વધુ જમીનોનું ફ્રોડ કરી રહયા છે સરકાર માત્ર અટકાવવાની વાતોજ કરી રહ્યું છે ત્યારે ઈડરના ઇસરવાડા ખાતેની જમીનનું જે બરોબારીયું થયું છે એમાં રાજકીય રાજકારણી હોદ્દેદારો સામેલ હોવાનું બહાર આવે એવી ચર્ચાએ જાેર પકડ્યું છે ત્યારે હવે પોલીસ અને તંત્ર દ્વારા આરોપીઓ પકડી કાર્યવાહી હાથ ધરાશે કે પછી મૂળ માલિકે કચેરીના ધક્કાજ ખાવા પડશે એતો હવે સમયજ બતાવશે
તસવિર અને આહેવાલ : ભરતભાઇ ભાટ–હિંમતનગર