ગરવી તાકાત મહેસાણા : તા. 16/09/2022 ના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત શ્રીમતિ એસ એસ પટેલ નુતન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ના કોમર્સ વિભાગમાં પ્રથમ વર્ષ બી કોમ અને એમ કોમ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ ને આવકારવા માટે ઓરિએંટેશન પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પર્ફોર્મન્સ જેવા કે ડાંસ, મિમિક્રી, સોંગ્સ વગેરે રજૂ કરવામાં આવેલ ઉપરાંત સંગીત ખુરશી અને વન મિનિટ ગેમ જેવી રમતો નું આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમના અંતે વિજેતાઓને પ્રોત્સાહન ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રિન્સિપાલ ડો આર એમ પટેલ સાહેબે હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને કોમર્સ વિભાગના પ્રા. શ્રી આકાશ પટેલ એ યુનિવર્સિટી, કોલેજ, કોમર્સ વિભાગ અને પ્રાદ્યાપકોનો પરિચય આપ્યો હતો.
આ કાર્યક્રમના આયોજન અને સંચાલનમાં સંસ્થાના પ્રા. શ્રી આકાશ પટેલ, પ્રા. નિકુંજ પટેલ, પ્રા. રોહન પટેલ, પ્રા. મોનલ સથવારા, પ્રા. પૂજન પરીખ, પ્રા. તન્વી પટેલ, પ્રા. ભાવેશ પટેલ તેમજ અન્ય શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફ એ મહત્વ નો ભાગ ભજવ્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટી ના પ્રેસિડેંટ શ્રી પ્રકાશ પટેલ અને પ્રોવોસ્ટ ડો. ડી.જે શાહ સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.