બહુચરાજીના દેલવાડા ગામમાં પરિણીતાને ત્રાસ અપાતા ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું…

July 25, 2025

ગરવી તાકાત મહેસાણા : બહુચરાજીના દેલવાડા ગામની 32 વર્ષિય પરિણીતાએ સાસુ,સસરા અને નણંદના ઘરકામ બાબતે શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો આ મામલે મોઢેરા પોલીસે ત્રણે સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા. સુણસર ગામનાં ભાવનાબા સોલંકીનાં લગ્ન આજથી દસેક વર્ષ અગાઉ દેલવાડા ગામના સોલંકી લાલસંગ નટવરસંગ સાથે સામાજિક રીતરિવાજ મુજબ થયાં.

1.51 lakh worth of liquor stolen from 6 closed houses in a single night,  police investigation launched | બેચરાજીના વિજાપુરડામાં ચોરી: એક જ રાતમાં 6  બંધ મકાનમાંથી 1.51 લાખની મત્તાની ચોરી ...

ભાવનાબાને તેમના સસરા સોલંકી નટવરસંગ પ્રભાતસંગ, સાસુ સોલંકી તખીબા નટવરસંગ અને નણંદ સોલંકી ભાવનાબા નટવરસંગ દ્વારા ખેતીકામ અને ઘરકામ બાબતે ખોટી રીતે હેરાન કરતાં હોઇ તેઓ ત્રણેક મહિના અગાઉ રિસાઈને પિયર સુણસર ચાલ્યાં ગયાં હતાં. બે મહિના પછી તેમના પતિ લાલસંગ તેડવા માટે આવતાં ભાવનાબાને સમજાવીને સાસરીમાં મોકલ્યાં દરમિયાન રાત્રે ફરી ઝઘડો થતાં લાગી આવતાં.

Today is World Suicide Prevention Day | આજે વિશ્વ આપઘાત નિવારણ દિવસ: એક કૉલ  જિંદગીને; 104 હેલ્પલાઇને 5 વર્ષમાં 5493 જીવન બચાવ્યાં - Ahmedabad News |  Divya Bhaskar

તેમણે ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો સવારે ઘટનાની જાણ થતાં સુણસરથી તેમના ભાઇ સહિતના પરિવારજનો દેલવાડા દોડી આવ્યા અને મોઢેરા પોલીસને જાણ કરી. પોલીસે લાશનું પંચનામુ કરી બહુચરાજી સિવિલમાં મોકલી આપતાં બે ડોક્ટરની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું આ બનાવ અંગે મૃતક ભાવનાબાના ભાઇ કાળુસંગ વિનાજી ઝાલાની ફરિયાદ આધારે પોલીસે સસરા નટવરસંગ, સાસુ તખીબા અને નણંદ ભાવનાબા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0