કડીના દેલ્લા ગામે 10 લાખ તારા પિયરથી લેતી આવ તેમ કહી પત્નીને મારઝૂડ કરીને તગેડી મુકતા પતિ,સાસુ પર ફરિયાદ નોંધાઇ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા :  હાલ આપણો દેશ આગળ વિકસી રહ્યો છે ત્યારે હજુ પણ કેટલાક સમાજોમાં કુરિવાજની પ્રથા ચાલુ હોય તેવું જોવા મળી રહ્યું છે  અને કેટલાક સમાજોમાં કુરિવાજને નાબુદ કર્યો છે પરંતુ અનેક સમાજમાં હાલ દહેજની પ્રથા ચાલુ હોય  તેવું જોવા મળી રહ્યું છે  ત્યારે કડી તાલુકાના દેલ્લા ગામે પતિએ પોતાની પત્નીને મારઝૂડ કરીને તારા પિયરથી તારા પિતાએ સોના ચાંદીના દાગીના,શોફા,તિજોરી જેવું કઈ લગ્નમાં આપ્યું નથી કહીને મારઝૂડ તેમજ માનસિક ત્રાસ આપીને તારા પિતાના ઘરેથી દસ લાખ રૂપિયા લેતી આવજે એમ કહીને તગેડી મુકતા બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી કડી તાલુકાના દેલ્લા  ગામે રહેતા નશીબખાન પઠાણના લગ્ન તેમના જ ગામની યુવતી રીઝવાનબાનુ પઠાણ સાથે સમાજના રીત રિવાજ મુજબ 2013માં લગ્ન થયાં હતાં શરૂઆતમાં તેમનો લગ્નસંસાર સારી રીતે ચાલતો હતો અને જ્યારે નસીમ ખાન રાત્રે ઘરે મોડા આવતા તો તેમની પત્ની તેમને ટોકતા હતા

કે તમે ઘરે મોડા કેમ આવો છો વેળાસર ઘરે આવવાનું રાખો ત્યારે પતિ કહેતા હતા કે તારે શું મતલબ હું મોડો આવું તો હવે પછી આ વિશે કોઈ ચર્ચા કરતી નહીં જે બાબતે ઘરની અંદર સાસુ તેમજ પતિ સાથે અનેકવાર કોઈ કારણોસર નાની નાની વાતમાં ઝઘડા ની શરુઆત થઈ હતી અને પતિ તેમજ સાસુ વારે વારે ઝગડાની બાબતમાં પત્નીને મારઝૂડ કરતા હતા અને ધમકી આપતા હતા કે  તારા બાપના ઘરે તને મોકલી દઈશું અને પત્નીને વારેવારે ટોણા મારતા હતા કે તારા બાપના ઘરેથી કંઈ કરીયાવર લાવી નથી કે સોના ચાંદીના દાગીના પણ લાવી નથી ત્યારે પત્નીએ કહ્યું કે મારાં માતા પિતા ગરીબ છે

તમને લોકોને ક્યાંથી આપે જેવું કહેતાં તેમના પતિ અને સાસુ શારીરિક તેમજ માનસિક ત્રાસ પત્નીને આપતા હતા તારા પિયર જઈને 10 લાખ રૂપિયા લેતી આવ  કડી તાલુકાના દેલ્લા ગામે રહેતા નસીબખાન પઠાણએ તેમની પત્નીને મારઝૂડ કરીને તારા પિતાએ સહીત કરિયાવર આપ્યો નથી અને હવે તું તારા પિયર જતી રહે અને મારે નવો ધંધો ચાલુ કરવો છે તો તારા પિતાના ઘરેથી 10 લાખ રૂપિયા લેતી આવજે તેમ કહી ઘરેથી તગેડી મૂકતાં પત્ની તેમના પિયર  માતા પિતાના ઘરે જતી રહી હતી અને સમગ્ર ઘટનાની જાણ કરતા માતા પિતા પોતાની દિકરીને લઇને બાવલુ પોલીસ સ્ટેશને પહોંચીને દિકરીના પતિ તેમજ તેના સાસુ વિરૂધ્ધ ફરીયાદ નોધાવતાં પોલીસે ફરીયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.