બાયડમાં SMCએ છાપરિયા ગામ પાસેથી 12.51 લાખનો વિદેશી દારૂનો મોટા જથ્થાનો ઝડપી પાડ્યો…

June 4, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મોટી કાર્યવાહી કરી બાયડના છાપરિયા ગામ પાસેથી વહેલી સવારે નાકાબંધી દરમિયાન રૂ. 12.51 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો જોકે, પોલીસને જોઈને બુટલેગરો વાહનો મૂકીને ફરાર થઈ ગયા SMCએ છાપરિયા ગામ પાસે નાકાબંધી ગોઠવી બાતમીના આધારે એક શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયાસ કરાતા, તેનો ચાલક વાહન રસ્તા પર જ છોડી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો.

બાયડ: ડી.જે ના માલિક અને તેના મળતીયાઓએ આદિવાસી મહિલાને થપ્પડ ઝીંકી, FIR |  Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest  Gujarati news today | નવજીવન ...

પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને ટીનના કુલ 4,658 બોટલ મળી આવી જેની કિંમત રૂ. 12,51,965/- આંકવામાં આવી આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલી રૂ.20 લાખની ટ્રક અને પાયલોટિંગમાં સામેલ કાર સહિત કુલ રૂ.32,51,965/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ સમગ્ર મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી માટે બાયડ પોલીસ મથકે સુપ્રત કરવામાં આવ્યો.

SMCની ટીમે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આ રેકેટમાં સામેલ કુલ 7 આરોપીઓ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીઓમાં ટ્રક (GJ18BG4066) ના માલિક, ડ્રાઇવર અને ક્લીનર, પાયલોટિંગ કાર (GJ01ZB3218) ના માલિક અને ડ્રાઇવર, તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર (સપ્લાયર) અને મંગાવનાર (રીસીવર) નો સમાવેશ થાય.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0