— પાલનપુરના કાણોદરની દિકરી ર્ડા. મૌસમીન હાથીદરા અમેરીકામાં સ્થાયી થઈ ન્યુરોલોજીસ્ટ તરીકે આપે છે સેવા :
— પાલનપુર તાલુકાના કાણોદર ગામની દિકરી યુ.એસ.એ.માં ન્યુરોલોજી ડૉક્ટર બનીને ગામના વડીલોના સ્વાસ્થ્ય માટે અમેરીકાથી ઈ-મેઇલથી રિપોર્ટ મંગાવ્યા શુક્રવારે વતનમાં આવી કેમ્પ થકી નિઃશુલ્ક સારવાર શરૂ કરી છે.
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના કાણોદર ગામના યુનીસઅલી મહંમદઅલી હાથીદરાની દિકરી ર્ડા. મૌસમીન હાથીદરા અત્યારે અમેરીકામાં ન્યુરોલોજીસ્ટ અને સ્ટોકમાં ઉચ્ચ અભ્યાસ મેળવી યુ.એસ.એ.માં ફરજ બજાવી રહી છે. આ દિકરી નાનપણથી સંજીવની સિરિયલ જોતી એનાથી એને મોટીવિશેન મળેલું કે મારે પણ ડોક્ટર બનવું છે ત્યારબાદ દિકરી મૌસમીને મહેનત કરી અને યુ.એસ.એ. ગઈ ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર બની અત્યારે ર્ડા. મૌસમીન આસિસ્ટન્ટ પ્રોફેસર વેસ્કુલર ન્યુરોલોજી અમેરીકામાં કામ કરી રહી છે
આ બાબતે ર્ડા. મૌસમીન હાથીદરાએ જણાવ્યું હતું કે મે કાણોદર ગામની એસ.કે.એમ. હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કર્યો, ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ મેળવી ડોક્ટર બનવાનું સપનું જોયું હતું તેના માટે બી.જે.મેડિકલ ખાતે MBBS પૂર્ણ કર્યું હતું ત્યારબાદ યુ.એસ.એ. ન્યુરો સ્પેસ્યાલીસ્ટ પૂર્ણ કરી આજે અમેરીકામાં વેસ્કયુલર ન્યુરોલોજીસ્ટ તરીકે ફરજ બજાવી રહી છું. આજે ગામનું ઋણ ચૂકવવા માટે વતનમાં આવી છું ત્રણ મહિના પહેલા ગામના ૭૦ થી વધુ દર્દીઓના રિપોર્ટ ઈ-મેઇલથી અમેરીકા મંગાવ્યા હતા. તમામ રિપોર્ટનું નોલેજ કરી આજે માદરે વતન આવી ગામ લોકોની સેવા કરવા બે દિવસ નિઃશુલ્ક કેમ્પ શરૂ કર્યો છે. જેમાં ગામના ૭૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો છે.
— વર્ચ્યુંઅલ મિટિંગથી ઈલાજની જાણકારી આપવામાં આવશે :
કાણોદર ગામની દિકરી અને અમેરીકામાં ન્યુરોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતી ર્ડા. મૌસમીન હાથીદરાએ જણાવ્યું હતું કે, આજે ગામ લોકોની સેવા કરવાનો મોકો મળ્યો એ મારા માટે અહોભાગ્ય છે પરંતુ હું અમેરીકા હોઉ અને ગામના કોઈ દર્દીને કોઈ તકલીફ ન પડે તે માટે ઓનલાઇન વર્ચ્યુંઅલ મિટિંગથી ઈલાજની જાણકારી પુરી પાડતી રહીશ. ર્ડા. મૌસમીન અમેરીકામાં રહે છે પરંતુ કાણોદરમાં રહેતા તેમના પિતા યુનુસઅલી હાથીદરા પર સંપર્ક કરીને સ્વાસ્થ્ય સેવાઓ અંગે માહિતી મેળવી શકાશે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર