અમદાવાદમાં પ્રેમીને મળવા પત્નીએ ફિલ્મી ઢબે કરાવી પતિની હત્યા

July 5, 2022

ગરવી તાકાત અમદાવાદ : પ્રેમ આંધળો હોય છે. પરંતુ પ્રેમમાં ક્યારેક લોકો એવા પગલાં ભરી લેતા હોય. પછી આજીવન પસ્તાવાનો વારો આવે. આવી ઘટના અમદાવાદમાં સામે આવી છે. એક પત્નીએ પ્રેમીને પાવમા માટે પતિની ફિલ્મી ઢબ્બે હત્યા કરાવી દીધી છે. પતિને પોતાના જીવનમાંથી દૂર કરવા માટે 10 લાખની સોપારી આપી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સીસીટીવી જોયા બાદ શંકાના દાયરામાં રહેલી પત્નીની ઉલટ તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો.

ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલી હતિયારી પત્નીનું નામ શારદા ઉર્ફે સ્વાતિ પ્રજાપતિ છે અને તેના પ્રેમીનું નામ નીતિન પ્રજાપતિ છે. પ્રેમને પામવા માટે બંને આરોપીઓએ ભેગા મળીને પતિ શૈલેષ પ્રજાપતિની હત્યાનો પ્લાન ઘડ્યો. જેમાં પ્રેમી એ ગોમતીપુરના કુખ્યાત બુટલેગર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા યાસીન ઉર્ફે કાણીયોને હત્યાને અકસ્માતમાં ખપાવા માટે 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી. જોકે અકસ્માતના સીસીટીવીએ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો અને અંતે આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા.

આમ તો આરોપી અને મૃતક એક ગામના વતની. બંને જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલ હતા. જેને કારણે આરોપી વારંવાર મૃતક શૈલેષ પ્રજાપતિના ઘરે જતો. જેથી આરોપી નીતિન અને શારદાને પ્રેમ સંબંધ બંધાયો હતો. જેમાં શૈલેષ પ્રજાપતિને પ્રેમ સંબધની જાણ થતાં શૈલેષ પ્રજાપતિ વારંવાર આરોપી પત્નીને રોકટોક કરતો હતો અને તેનેજ લઈને આરોપીઓએ શૈલેષનું કાશળ કાઢી નાખ્યું. આરોપીઓની પૂછપરછમાં છેલ્લા અઢી વર્ષથી બંને આરોપીઓ વચ્ચે પ્રેમ સંબધ હતા.

જેની જાણ મૃતક થતાં અવાર નવાર ઝગડા થતા જેને લઈને બંને આરોપીઓ એકબીજાને મળી શકતા ન હોતા. જેને લઈને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે યાસીન ઉર્ફે કાણીયાને 7 લાખ રૂપિયા નીતિન પ્રજાપતિએ આપી દીધા છે. ત્યારે હવે પોલીસે અક્સ્માતમાં વપરાયેલ પિકપ ડાલાને કબ્જે કરી વોન્ટેડ આરોપીઓની સોધખોળ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0