અમદાવાદમાં ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા મોટા માથાઓને પકડવા માટે આદેશ છૂટ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા મોટા માથાઓને પકડવા માટે ફરીવાર તપાસ શરૂ કરવા માટે ગાંધીનગરથી આદેશ છૂટ્યો છે. અમદાવાદ ર્જીંય્એ ડ્રગ્સ પેડલર અને તેની પાસેથી મળેલા ડ્રગ્સની તપાસમાં ચાર્જશીટ કરીને તપાસ પુરી કરી લીધી પરંતુ આ કેસમાં અનેક માલેતુજારો, બિલ્ડરો અને નિવૃત્ત આર્મી જવાન સેક્સ રેકેટ અને રેવ પાર્ટીમાં સામેલ હતાં. આ લોકો પાસેથી કંઈ જ નહીં મળે તેમ માનીને વચેટીયાઓના કહેવાથી ર્જીંય્એ તપાસ પુરી કરી દીધી હતી. પરંતુ વાસના ભૂખ્યા વેપારીઓ અને ડ્રગ્સના બંધાણીઓનો સીડીઆર મેળવવા માટે આ કેસ અન્ય એજન્સીને ટ્રાન્સફર કરવામાં આવે તેવી વાત છેક ગાંધીનગર પહોંચી છે. ગૃહવિભાગે પણ આમાં સંડાવાયેલા મોટા માથાઓને બેનકાબ કરવા તૈયારીઓ કરી લીધી છે અને ટુંક સમયમાં તપાસના આદેશ અપાય તેવી વિગતો જાણવા મળી છે

અમદાવાદ એસઓજીની ટીમે ૧૦ જુલાઈના રોજ બાતમીના આધારે ચાંદખેડાના આનંદ સ્કવેરમાંથી ૮૫ ગ્રામના એમડી ડ્રગ્સ સાથે એક યુવકને પકડી પાડ્યો હતો. તેની પુછપરછ દરમિયાન તેનું નામ પ્રતાપસિંગ ઉર્ફે શક્તિ રાણાવત અને તે ચાંદખેડામાં રહીને છુટક મજુરી કરતો હોવાનું સામે આવ્યું હતું. આ પેડલરને પકડીને ર્જીંય્ની ટીમે તેનો મોબાઈલ, ડ્રગ્સનો જથ્થો સહિત કુલ ૯.૬૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે રાજસ્થાન ખાતે રહેતા સ્વરૂપ રાઠોડ અને દિલ્હીના નિન્ટો અંગામાલી પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવીને વેચતો હોવાનું સામે આવ્યું હતું.

જેના પગલે એસઓજી ક્રાઈમની ટીમે આ બંન્નેના વિરુદ્ધમાં પણ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી. બીજી બાજુ પ્રતાપસિંહના મોબાઈલ ફોનની તપાસ પણ શરૂ કરી હતી. જાે કે મોબાઈલ ફોનમાંથી નરોડાના એક સ્કીમના નયન નામના બિલ્ડર સહીતના અમુક બિલ્ડરો અને અમુક સ્વરૂપવાન યુવતીઓ તથા ટીનેજર્સ પણ આ પેડલરના સંપર્કમાં હતા તેવું બહાર આવ્યું અને થોડા સમય બાદ એક નિવૃત આર્મી જવાનનો એ સીડીઆરમાં નંબર હતો. જેમાં એક ફૂટી નીકળેલા વચેટિયાએ મદદ કરવાનું કહીને બિલ્ડર અને અન્ય પૈસાદાર લોકોને દબાવવાનું શરૂ કર્યું હતું

આ સમગ્ર બાબત હવે ગુજરાત સરકારના કાને પડી છે. સરકારને એ પણ માલુમ પડ્યું છે કે રેવ પાર્ટી અને માલેતુજાર લોકોની તપાસ આ પ્રકરણમાં થઈ નથી. હાલ ગુજરાત સરકાર ડ્રગ્સની કોઈ પણ લિંક છોડવા માગતી નથી. જેથી આ કેસમાં પણ સીડીઆર અને બચી ગયેલ તથા જવાબદર સામે તપાસનો હુકમ કરવાનું નક્કી કરી લેવાયું છે. જેની સૂચના આપવાની કામગીરી શરૂ થઈ ગઈ હોવાની વિગત ગૃહ વિભાગના સૂત્રો જણાવી છે. જે આ કેસની દિશા બદલી નાખશે અને માલેતુજાર લોકો દ્વારા નિર્દોષનું રૂપિયાના જાેરે કરેલું શોષણ સામે આવે તેવી શક્યતાઓ છે

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.