સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એક તરફ થઇ રહી છે તેવા સંજાેગોમાં બળાત્કારના બનાવો અને સૃષ્ટિ વિરુદ્ધ આકૃતિઓ સતત બનતા જઈ રહ્યા છે તેવા સંજાેગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મંદબુદ્ધિની બાળાઓ અને યુવતી ઉપર અવારનવાર બળાત્કાર થતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને લઇને સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળવા પામ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના શેખલીયા ગામે વધુ એક મંદબુદ્ધિની બાળાના ઉપર બળાત્કાર કરવામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શેખલીયા ગામે મંદબુદ્ધિની બાળાના ને શાળાએ લઈ જઈ અને ત્રણ નરાધમો દ્વારા સતત એક વર્ષ સુધી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી અને બળાત્કાર ગુજારવામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ થઈ છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્રણ ઈસમો દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના શેખલીયા ગામે ૧૯ વર્ષની મંદબુધ્ધીની યુવતી સાથે ત્રણ નરાધમો છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરતા હોવાનો બનાવ સામે આવતા ચકચાર ફેલાઈ છે. ઉત્તરાયણ કરવા ઘરે આવેલી યુવતીની બહેને તેનું પેટ મોટુ થઈ જતા માતાને કહી દવાખાને તપાસ કરાવતા તેણીને ૮ માસનો ગર્ભ હોવાની વિગતો બહાર આવી હતી. બનાવની ત્રણ શખ્સો સામે નાની મોલડી પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે
સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને ભગાડી જવાના તથા દુષ્કર્મના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમાં પણ થોડા સમય પહેલા થાનની મંદબુધ્ધીની યુવતી સાથે દુષ્કર્મની ઘટનામાં કોર્ટે આરોપીને સજા ફટકારી છે. ત્યારે ફરી એક મંદબુધ્ધીની યુવતીની નરાધમોની વાસનાનો ભોગ બની હોવાની વિગતો સામે આવી રહી છે. બનાવની નાની મોલડી પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ શેખલીયા ગામે રહેતા અને મજુરી કામ કરતા દંપતીને ૬ પુત્રી અને ૧ પુત્ર છે.જેમાંથી ૩ પુત્રીઓ પર કુદરતનો કહેર વરસ્યો છે. જેમાં એક પુત્રી અપંગ છે, બીજી પુત્રી મંદબુધ્ધીની છે અને ત્રીજી પુત્રી અંધ છે. પરીવારની ત્રણ પુત્રીઓને સાસરે વળાવી દીધી છે. જેમાં લાખચોકીયા ગામે પરણાવેલી પુત્રી ઉત્તરાયણ કરવા પીયર આવી હતી. આ સમયે મંદબુધ્ધીની બહેનનુ પેટ થોડુ મોટુ દેખાતા તેણે માતાને જાણ કરી હતી. તો માતાએ તે માટી ખાતી હોવાથી પેટ મોટુ હોવાનું કહી વાત ટાળી દીધી હતી. તેમ છતાં પીયર આવેલી પુત્રીએ દબાણ કરતા હોસ્પીટલ તપાસ કરાવાતા મંદબુધ્ધીની યુવતીને ૮ માસનો ગર્ભ હોવાની વિગતો બહાર આવી હતી. આથી પરીવાર પર આભ તૂટી પડયુ હતુ.
જ્યારે મંદબુધ્ધીની યુવતીને પરીવારે ફોસલાવી પુછતા તેણે જણાવ્યુ કે, માતા-પીતા ખેતરે મજુરી કામ કરતા જતા હતા ત્યારે દિવસના સમયે શેખલીયામાં જ રહેતા કાના રામાભાઈ બાવળીયા, આંબા ધરમશીભાઈ પરમાર, માધા રાણાભાઈ ગોળીયા સહીતનાઓ તેને નાસ્તો આપવાની લાલચ આપી ગામની બહાર આવેલી શાળામાં લઈ જતા હતા. જયાં તેની સાથે ખરાબ કૃત્ય કરતા હતા. આથી આ બનાવની નાની મોલડી પોલીસ મથકે છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરતા ત્રણેય આરોપીઓ સામે ફરીયાદ નોંધાઈ છે. આ અંગે પીએસઆઈ વાય.એસ.ચુડાસમાએ જણાવ્યુ કે, ભોગ બનનારની ફરીયાદ લઈને પોલીસે તપાસ આરંભી છે.
આ બનાવના ત્રણેય આરોપીઓ ૫૦ થી વધુ ઉંમરના હોવાની હાલ વીગતો મળી છે. બાળાને ઇશારાથી પૂછવામાં આવતા ત્રણ નરાધમોએ તેના ઉપર એક વર્ષ પહેલા દુષ્કર્મ કર્યું હોવાનું બાળાએ ઈશારાથી જણાવ્યું છે.ત્યારે હાલમાં પોલીસ દ્વારા ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(ન્યુઝ એજન્સી)