સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે જમીન ગીરવે મૂકવા બાબતે થયેલા ઝઘડામાં જમાઈએ સાસુ પર કર્યો છરી વડે હુમલો….

May 16, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે જમીન ગીરવે મૂકવા બાબતે થયેલા ઝઘડામાં એક જમાઈએ પોતાની સાસુ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો આરોપી બાબુજી દીવાનજી ઠાકોરે તેની સાસુ શાંતાબેન પર મોડી રાત્રે સૂતેલી હાલતમાં હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી આ ઘટના અંગે પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનમાં સાંપ્રા ગામે રહેતા અને મૂળ અમદાવાદ જિલ્લાના ગુંજાળા વતની અઉભા બાબુજી ઠાકોરે ફરિયાદ નોંધાવી ફરિયાદ મુજબ આરોપી બાબુજી દીવાનજી ઠાકોર કોઈ કામધંધો કરતો ન હતો.

બે પુત્રી જન્મતાં પુત્ર માટે મહેણાં મારી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ

અને પરિવાર સાથે અવારનવાર ઝઘડા કરતો બાબુજીએ તેની સાસુ શાંતાબેન પર જમીન ગીરવે મૂકી પૈસા આપવા માટે દબાણ કર્યું શાંતાબેને જમીન ગીરવે મૂકવાની ના પાડતા બાબુજીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ 14 મે, 2026ના રોજ વહેલી સવારે આશરે 2 વાગ્યે જ્યારે શાંતાબેન સૂતા ત્યારે બાબુજી છરી લઈને આવ્યા તેણે શાંતાબેનના પેટના ઉપરના જમણા ભાગે છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો શાંતાબેનની બૂમો સાંભળી પરિવારના અન્ય સભ્યો જાગી જતાં.

આરોપી બાબુજી ઘટનાસ્થળેથી નાસી ગયો ઈજાગ્રસ્ત શાંતાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હાલ તેઓ પાટણની ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં સારવાર હેઠળ સરસ્વતી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ 109(1), 351(3) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ કાર્યવાહી હાથ ધરી આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જયેશકુમાર રતુભાઇ ચૌધરી કરી રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0