ભાભરમાં ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી, ફરિયાદીને રકમ ચૂકવવાનો આદેશ કર્યો…

December 16, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : ભાભરમાં ચેક રિટર્ન કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો નામદાર કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી અને ફરિયાદીને ચેકની રકમ ચૂકવવાનો આદેશ કર્યો જો રકમ ચૂકવવામાં નહીં આવે તો આરોપીને વધુ બે માસની સજા ભોગવવી પડશે આ કેસ ભાભર ટાઉન વિસ્તારના ફરિયાદી કાંતિભાઈ રાજાભાઈ મેપાણી (ઠાકોર) દ્વારા દાખલ કરવામાં આવ્યો.

તેમણે ભાભર ગામના કનુભાઈ ઈશ્વરભાઈ ઠાકોરને રૂપિયા 4,80,000/- હાથ ઉછીના આપ્યા.  ફરિયાદી દ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતાં રકમ પરત ન મળતા, આરોપી કનુભાઈએ ચેક આપ્યો આ ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા તે રિટર્ન થયો ત્યારબાદ, ફરિયાદી કાંતિભાઈએ તેમના વકીલ હર્ષદ આર. ચૌધરી (પૂર્વ પ્રમુખ, ભાભર બાર) મારફતે.

ચેક બાઉન્સ કેસમાં બે શખ્સને એક-એક વર્ષ સાદી કેદની સજા 1 - image

ભાભર નામદાર કોર્ટ સમક્ષ ન્યાય મેળવવા માટે ફરિયાદ દાખલ કરી આ ફરિયાદ ચાલી જતાં, તા. 15/12/2025 ના રોજ ભાભર નામદાર કોર્ટના જજ એ.કે. સોમાણીએ ચુકાદો આપ્યો કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને ફરિયાદીને રૂપિયા 4,80,000/- ચૂકવવાનો હુકમ કર્યો વકીલ હર્ષદ આર. ચૌધરીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ નિર્ણય લીધો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0