G-mailમાં માહિતી સેન્ડ કરતા કોઈ ભુલ રહી ગઈ હોય તો, સુધારો કેવી રીતે કરવો?

શેર કરવા અહીં ક્લિક કરો.

G-mail એ એક સૌથી બેઝીક એપ્લિકેશન પ્લેટફોર્મ છે જેને કામકાજી લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું હોય છે. કોઈપણ કામ સાથે જોડાતા અથવા તમારી પર્સનલ લાઈફમાં પણ તમારે Gmail નો ઉપયોગ અનેક વાર કરવો પડતો હોય છે.  મોટાભાગના લોકો મેલ પર પત્રો, કંટેન્ટ, ફોટા અને વિડિઓઝ મોકલે છે જેમાં કામથી સંબંધિત માહિતી શામેલ છે. જે માહિતી એકદમ સાચી હોવી જોઈયે.

પરંતુ કેટલીક વાર મેઈલ સેન્ડ કરતી વખતે ઈમેઈલ એડ્રેસ, ફોટા, લેટર,અથવા બીજી કોઈ ફાઈલમાં ભુલ થઈ જતી હોય છે.  જેથી ઘણી મુશ્કેલી ઉભી થાય છે. આ સમષ્યાનુ સમાધાન આવી ગયુ છે.

તમારાથી મેઈલ મોકલતા કોઈ ભુલ થઈ ગઈ હશે તો એવા મેઈલને પાછો ખેંચવા માંગતા હોય તો એ કેવી રીતે કરી શકાય એને જાણીયે.

  • પ્રથમ, તમારા G-mail એકાઉન્ટમાં  login કરો અને ટોચની જમણી બાજુએ settingsનું ચિહ્ન ખોલો.
  • તમારા G-mail એકાઉન્ટમાં સર્ચ બારની નીચે ઘણા બધા વિકલ્પો આપવામાં આવશે, જેમાં લેબલ, જનરલ એકાઉન્ટ એડ્સ વગેરે શામેલ હશે. તમારે જનરલ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • ત્યાં તમને જનરલ સેટિંગ્સ હેઠળ ‘undo send option’ મળશે. તમારે તે વિકલ્પને Enable કરવો પડશે, જો તે પહેલાથી કરવામાં આવ્યું ન હોય તો. 
  • આ પછી send cancellation period  ઓપ્શન પર ક્લીક કરવુ. જેનાથી તમને એ સમયની અવધીને પંસદ કરવા મળશે જેમાં તમે તમારા મેઈલને પાછો ખેંચી શકો છો. આ અવધી 5 સેકન્ડથી 30 સેકન્ડની વચ્ચેની હશે. જેને તમે તમારી મરજી મુજબ પસંદ કરી શકો છો.  
  • સમયની અવધી પસંદ કર્યા બાદ તમારે સ્ક્રીન સ્ક્રોલ ડાઉન કરી પેઝમા સૌથી નીચે આપેલ “save changes” બટન પર ક્લીક કરવુ.

આ પ્રક્રીયામાં એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે જો તમે ‘undo’  ઓપ્શન પર સમયઅવધી પુરી થયાના પહેલા ક્લીક નહી કરો તો મેઈલ સેન્ડ થઈ જશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.