સરકાર ન બને તો ઇવીએમમાં ગરબડીનાં આરોપ લગાવવા અને સરકાર બને તો ચૂપકિદી સેવી લેવાની : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 

November 24, 2024

સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં ભાજપ નેતાઓમાં ખુશી જોવા મળી હતી઼

એક હેતો સેફ હે નો” નારો આપ્યો જેનો અર્થ એ થાય છે કે જાતપાતમાં વહેચાયા સિવાય “એક હે તો સેફ હે નો” નારો આપ્યો હતો

ગરવી તાકાત, મહેસાણા તા. 24 –  મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાન સભાનું પરિણામ જાહેર થયું છે. સાથે જ ગુજરાતની વાવ વિધાન સભાની પેટાચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે અને મહારાષ્ટ્ર અને ગુજરાતના વાવમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં ભાજપ નેતાઓમાં ખુશી જોવા મળી હતી.

'સરકાર ન બને તો EVMમાં ગરબડી અને બને તો...', ઋષિકેશ પટેલે વિરોધીઓ પર વરસ્યા, આપ્યું એવું નિવેદન કે...

ચિંતન શિબિરમાં આવેલા ભાજપના નેતા અને મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં લોકોનો વિશ્વાસ અમે જીત્યો છે, ગુજરાતમાં તો ભાજપની સરકાર છે જ પરંતુ હવે વાવના સ્વરૂપસિંહ વિધાનસભાના ધારાસભ્ય બની ચુક્યા છે. તો મહારાષ્ટ્રમાં જે પ્રમાણેની ચર્ચાઓ થતી હતી. જેમાં ભાજપ જીતે તે ચર્ચાઓ સાંભળવા મળતી હતી પરંતુ પરિણામ અકલ્પનીય આવ્યું છે. અને મહારાષ્ટ્રના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓનો સ્વીકાર કર્યો છે અને “એક હેતો સેફ હે નો” નારો આપ્યો જેનો અર્થ એ થાય છે કે જાતપાતમાં વહેચાયા સિવાય “એક હે તો સેફ હે નો” નારો આપ્યો હતો.

તો સાથે ઋષિકેશ પટેલે ઝારખંડના પરિણામ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર નથી બનતી ત્યારે અને જ્યારે સરકાર બને ત્યારે એક ફેશન એ લોકોની થઈ ગઈ છે, સરકાર ન બને તો ઇવીએમમાં ગરબડીનાં આરોપ લગાવવા અને સરકાર બને તો ચૂપ થઈ જવાનું અને કહેવાનું કે લોકોનો પ્રજાની જીત થઈ તેવું બોલે છે. અમે પણ માનીએ છે કે ઝારખંડમાં જે પરિણામ આવ્યું તેનો અમે સ્વીકાર કર્યો છે અને વિપક્ષમાં બેસીને સરકારને સાચી દિશામાં ચાલવાની વાતો કરશું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0