સાયબર ફ્રોડનો કોઇ નાગરીક ભોગ બને તો તુરંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો 

August 2, 2024

મહેસાણા ખાતે સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો બાબતે પોલીસતંત્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ 

ગરવી તાકાત, મહેસાણા તા. 02 – સાયબર ફ્રોડના ગુનાઓમાં રોજબરોજ અનેક લોકો ભોગ બની રહ્યા છે જે અનુસંધાને મહેસાણામાં આજે પોલીસતંત્ર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સાયબર ફ્રોડથી કેવી રીતે સાવધાન રહી શકાય તે બાબતે માહિતગાર કરવામાં આવ્યાં હતા. જેમાં પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જની સૂચના મુજબ મહેસાણા જિલ્લા ઇ.પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણ, ના.પો.અધિ જે.જી.શેખ તથા ના.પો. અધિ.એમ.એલ.પટેલ, સાયબ ક્રાઇમના પીઆઇ એન.એ।દેસાઇની સુચના તથા પીએસઆઇ એન.આઇ.ચાવડા, પીએસઆઇ વાયરલેસ સી.એચ.જોષીના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ 2024ની કામગીરી બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

જેમાં સાયબર ક્રાઇમથી નાગરીકની સાથે ફ્રોડ થાય ત્યારે તુરંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવાથી સીઆઇડી ક્રાઇમના સાયબર સેલ દ્વારા તુરંત ફરીયાદ નોંધી મહેસાણા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ફરીયાદ ટ્રાન્સફર કરી ફરીયાદીને નાણાં પરત મેળવવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે અને નાણાં ફ્રીઝ-હોલ્ટ કરાવી નાણા પરત અપાવવાની કાર્યવાહી કરવામાં આવે છે.

વર્ષ 2021થી 2024 સુધી 5415 અજીઓમાં રૂપિયા 6,35,87,735 ફ્રીઝ-હોલ્ટ કરાવેલ છે જેમાંથી રૂપિયા 3,35,18,571 અરજદારોને પરત અપાવેલ છે. ચાલુ વર્ષ 2024ના જાન્યુઆરી 2024થી જુલાઇ 2024 સુધી રૂપિયા 1,87,13,993 પરત અપાવેલ છે. તેમજ રૂપિયા 1,13,55,171 પરત અપાવવાની કાર્યવાહી ચાલુ છે.

સાયબર ક્રાઇમથ બચવાના ઉપાયો સમજાવવામાં આવેલ સાયબર ક્રાઇમના કેટલા પ્રકારો છે. તેને કેવ રીતે ઓળખી શકાય. સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું તેની વિગતવાર સમજ આફી હત. જેમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ જેવા કે વિશીંગ કોલ, ફીશીંગ કોલ, , ઇમેલ, સીમકાર્ડ કલોનીંગ, લોન એપ, વગેરે ફ્રોડથી બચવા માહિતગાર કરવામાં આવ્યાં હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0