કાણોદર હાઇવે પર કારની ટક્કરે પતિ-પત્નીનું મોત થતા અરેરાટી વ્યાપી

June 13, 2022

— કાર ચાલક સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના કાણોદર હાઈવે પર હોન્ડા સિટી કારના ચાલકે ટક્કર મારતા પતિ-પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું ત્યારે પુત્ર ને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની ઘટના પગલે કાર ચાલક સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકાના વાસણા જગાણા ખાતે રહેતા ડાયાભાઈ રામાભાઇ પંચાલ નો પુત્ર હાર્દિકભાઈ પંચાલ અને તેમના પત્ની મિત્તલબેન પંચાલ તેમજ તેમનો દીકરો જતીન ગતરોજ રાત્રિના સમયે પોતાના પરિવાર સાથે કાણોદર હાઈવે પર આવેલ કનૈયા ધાબા હોટલ ઉપર જમવા જઈ રહ્યા હતા તે દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે ડિવાઇડર પર ઉભા હતા તે દરમિયાન એક હોન્ડા સીટી કારના ચાલકે ટક્કર મારતા ત્રણે જણા ફેંકાઈ ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને પાલનપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
જ્યાં હાર્દિકભાઈ પંચાલ અને તેમના પત્ની મિતલબેન પંચાલનું કરૂણ મોત નિપજયું હતું જ્યારે તેમના પુત્ર જતીન ને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે મૃતક હાર્દિકભાઈ પંચાલ ના પિતા ડાયા ભાઈ રામાભાઈ પંચાલ દ્વારા  કાર ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે ગુનો નોધી અને વધુ તપાસ હાથ ધરી છે જોકે અકસ્માતમાં પતિ પત્નીનું કરૂણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0