સૈફ અલી ખાન આજકાલ તેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ માટે ઘણો ચર્ચામાં છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણનો રોલ ભજવતો જોવા મળશે. હાલમાં જ તેના પાત્ર વિશે વાત કરતા સૈફે કહ્યું હતું કે, ફિલ્મમાં 10 માથા સાથે રાવણનો રોલ ભજવશે જે ખુબ રોમાંચક હશે. આ જ કારણ છે કે, તે ફિલ્મને લઈ એક્સાઈટેડ છે.
સૈફ અલી ખાને કહ્યુ હતુ કે, રાવણ રામાયણનો એક પ્રમુખ કપટી પાત્ર છે. ફિલ્મમાં રાવણનું પાત્ર વાસ્તવિક રાખવામાં આવ્યું છે જેથી રાવણ એકદમ કઠોર લાગે. પહેલા હું વિચારતો હતો કે એવી કઈ વસ્તુ હશે કે હુ રાવણના પાત્રમાં સંપૂર્ણ રીતે ઘસી જઉ. ‘ ત્યારે મને લાગ્યું કે અહંકાર એકમાત્ર વસ્તુ છે જેની સાથે હું રાવણનું પાત્ર સારી રીતે ભજવી શકુ છુ. રાવણની ભૂમિકા નિભાવવા માટે ઘમંડીની ઓળખ હોવી જરૂરી છે. તે રાક્ષસ છે અને શક્તિશાળી પણ છે. આવી સ્થિતિમાં, આ પાત્ર ભજવવાની મજા આવશે.
તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે ઓમ રાઉતની આ મેગા બજેટ ફિલ્મ સિદ્ધાર્થને પણ કાસ્ટ કરાયો છે. સિદ્ધાર્થ રાવણના પુત્ર મેઘનાથની ભૂમિકામાં જોવા મળશે.