રાજકોટમાં હનીટ્રેપનો કિસ્સો; મારો પતિ જામનગર ગયો છે, ઘરે કોઈ નથી, મઝા કરવી હોય તો તમે આવી જાવ અને પછી

February 28, 2022

–એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભરત કાલિયાએ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતે ખંભલાવ ગામે એક પેઢીમાં મેતાજી તરીકે નોકરી કરે છે. ત્રણ વર્ષ પહેલા તેની ઓફિસની બાજુમાં આવેલી હોટલમાં રાજકોટનો સંદિપ ગોપીયાણી નામનો શખ્સ નોકરી કરતો હોવાથી તેની સાથે મિત્રતા થઈ હતી.

ગરવી તાકાત રાજકોટ: હનીટ્રેપની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં લીંબડીના ખંભલાવમાં રહેતા 37 વર્ષીય ભરતભાઈ સવજીભાઈ કાલીયાને રાજકોટમાં બે મહિલા સહિત છ સભ્યોની બનેલી ગેંગે હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 91 હજાર પડાવી લીધા હતા. આ માટે મિત્રની પત્ની નિકિતા ઉર્ફે પૂજાએ તેને કોલ કરીને કહ્યું હતું કે, મારો પતિ જામનગર ગયો છે, ઘરે કોઈ નથી તો તમે આવી જાવ! હાલ એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી મહિલા સહિત ત્રણ આરોપીઓને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

— જાણો શું છે મામલો?

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભરત કાલિયાએ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતે ખંભલાવ ગામે એક પેઢીમાં મેતાજી તરીકે નોકરી કરે છે. ત્રણ વર્ષ પહેલા તેની ઓફિસની બાજુમાં આવેલી હોટલમાં રાજકોટનો સંદિપ ગોપીયાણી નામનો શખ્સ નોકરી કરતો હોવાથી તેની સાથે મિત્રતા થઈ હતી. ગત તા.17ના રોજ બપોરે તે મિત્ર શકિત સાથે તેની કાર લેવા સુરેન્દ્રનગરના શો રૂમે ગયો હતો. બરાબર તે વખતે મિત્ર સંદિપની પત્ની પુજાનો તેની ઉપર કોલ આવ્યો હતો. તેને કહ્યું કે મારો પતિ સંદિપ આજે જામનગર ગયો છે. રાત્રે પાછો આવવાનો નથી. તમે એકલા મારા ઘરે આવી જાવ. જેથી તેણે પોતે રાજકોટ જોયું ન હોવાથી ગ્રીન લેન્ડ ચોકડીએ પહોંચી કોલ કરશે તેમ કહ્યું હતું. બાદમાં તે પોતાની અલ્ટો કાર લઈ રાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યો હતો.

બાદમાં નિકિતા ઉર્ફે પુજાને ફોન કરતા તે અને તેની સાથે પોતાનું નામ જાનકી જણાવતી યુવતી ત્યાં આવી હતી. બંને તેની કારમાં બેસી ગઈ હતી. ચોટીલાની કોઈ હોટલમાં રાત રોકાવવાનું નક્કી કરી તે તરફ રવાના થયા હતા. રસ્તામાં નિકિતા ઉર્ફે પુજાએ વોશરૂમ જાવાનું કહી અવાવરૂ જગ્યાએ કાર ઉભી રાખવાનું કહેતા તેણે બેટીના પુલ નજીકના પેટ્રોલ પંપ નજીક કાર ઉભી રાખી હતી. તે સાથે જ નિકિતા ઉર્ફે પુજા કારમાંથી ઉતરી ગઈ હતી. તેને પણ કારમાંથી ઉતરવાનું કહ્યું હતું. બાદમાં પોતે કંઈપણ સમજે તે પહેલાં ત્યાં રાજકોટ તરફથી કાર આવી તેની કાર આગળ ઉભી રહી ગઈ હતી. જેમાંથી ત્રણ શખ્સો ઉતર્યા હતા.

આ પૈકી એકે જાનકી નામની જે યુવતી કારમાં બેઠી હતી તે પોતાની બેન હોવાનું જણાવી તેને કયાં લઈ જઈશ તેમ કહી તેને તમાચા ઝીંકી દીધા હતા. તમાચા ઝીંકનારે પોતાનું નામ રાહુલ નિમાવત જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેની સાથે આવેલા બે શખ્સો પોલીસમેન છે. જેમાંથી એકનું નામ જીતુદાન અને બીજાનું નામ જયદીપ છે. બળજબરીથી કારમાં બેસાડી ચાલુ કારે તમાચા ઝીંકી જો બધુ પુરૂ કરવું હોય તો રૂા.1.50 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. તેણે આટલી રકમ નહી હોવાનું કહેતા કોઈ સાહેબ સાથે વાત કરવાનો ડહોળ કરી રૂા.50 હજારની માંગણી કરી હતી. જોકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસના કહેવા મુજબ, સંદીપે કહ્યું હતું કે, આ લોકો રૂા.50 હજાર માંગે છે તે આપી દે, અને પોતાના પર્સમાંથી રૂા. 8,500 અને બે મોબાઈલ ફોન પડાવી લીધા હતા. પછી ગોંડલ ચોકડી કાર લઈ જઈ તેનું એટીએમ પડાવી લઈ ખાતામાંથી રૂા.37 હજાર ઉપાડી લીધા હતા. તેણે ફોન પરત માંગતા પોલીસમાં સ્વાંગમાં રહેતા જીતુદાન અને જયદીપે ફોન ઈન્કવાયરી માટે રાખ્યા છે કાલે લીંબડી તને પહોંચાડી દઈશું તેમ કહી તેની અલ્ટો કાર આપી દેતા ઘરે પરત ફર્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટના અંગે પોતે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ અંગે જીતુદાન બાણીદાનભાઈ જેસાણી, રાહુલ મહેશભાઈ નિમાવત અને જાનકીબેન કનકભાઈ ઉપરા સહિત ત્રણને ઝડપી લીધા છે. જ્યારે સંદીપ રાજેશભાઇ ગોપીયાણી તેની પત્ની નિકિતા અને જયદીપ ગોહેલને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીઓ પાસેથી રૂ. 26 હજારની રોકડ સહિત કુલ 3.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પરંતુ પોલીસ તપાસમાં કેટલા ખુલાસા થાય છે તે જોવું રહ્યું…?

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0