અમરેલીમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

December 6, 2021
Homegaurd Foundation-Day-3

અમરેલી જિલ્લા હોમ ગાર્ડઝ દળ અમરેલી દ્વારા હોમગાર્ડ સ્થાપના દિન 2021ની ઉજવણી કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ ગુજરાત રાજય ની સૂચના તથા માર્ગદર્શન મુજબ જિલ્લા હોમગાર્ડઝ કચેરી અમરેલી દ્વારા જિલ્લાના 18 (અઢાર) યુનિટ ખાતે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જિલ્લાના વિવિઘ યુનિટ ખાતે રૂટ માર્ચ, પ્રભાત-ફેરી, વૃક્ષારો૫ણ, સેરિમોનિયલ પરેડ, સાક્ષરતા અભિયાન, સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ અભિયાન, રમત-ગમત સ્પર્ઘા તેમજ સાંસ્કૃતિક કાર્ચક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશિષ્ટ પ્રતિભાઓ ઘરાવનાર હોમગાર્ડઝ સભ્ચોનું સન્માન ૫ણ ગોઠવવામાં આવેલ સાવરકુંડલા હોમગાર્ડઝ કચેરી ખાતે હોમગાર્ડઝ સ્થા૫ના દિન ની ઉજવણી સંદર્ભે રકતદાન કેમ્પ તેમજ e-shram કાર્ડનો કેમ્પ યોજાયો.

હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અન્વયે યુનિટ કચેરી ખાતે રોશની અને રંગોળીથી સજાવટ કરી બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન માનવ મંદિર પાગલ આશ્રમ ના સંત ભક્તિરામ બાપુ તથા જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોશી સાહેબ દ્વારા કરવામાં આવેલ આ તકે જિલ્લા કમાન્ડન્ટ અશોક જોષી, સ્ટાફ ઓફીસર લીગલ હંસાબેન મકાણી, સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમીતગીરી ગોસ્વામી તથા ડિવિજન તાબાના અઘિકારી  ભટ્ટ, ગાહા, કચ્છી, માઢક તથા અન્ય અઘિકારીઓ હાજર રહેલ સાવરકુંડલા, ડુંગર, ડેડાણ, લીલિયા, ઘારી, લાઠીના જવાનો અઘિકારીશ્રીઓ દ્વારા રકતદાન કરવામાં આવેલ. કાર્યક્રમ દરમિયાન રક્ત દાતાઓને પ્રમાણપત્ર બ્લડ-બેંક તથા જિલ્લા હોમગાર્ડઝ કચેરી,અમરેલી દ્વારા પ્રમાણત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા તાલુકા હોમગાર્ડઝ યુનિટ સાવરકુંડલાના ઓફીસર કમાન્ડીંગ પ્રવિણ સાવજ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા સાવરકુંડલા તાલુકા હોમગાર્ડઝ યુનિટના એન.સી.ઓ. તથા જવાનોએ જહેમત ઉઠાવેલ તેમ જિલ્લા હોમગાર્ડઝ કચેરી અમરેલીના કંટ્રોલ ઈન્ચાર્જ શરદ સા૫રીયા ની યાદી જણાવે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0