શિયાળામાં પગના વાઢિયા મટાડવા અપનાવો ઘરેલુ ઉપાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને શરીરમાં કેટલીક એવી કેટલીક સમસ્યાઓ છે જે શિયાળાની ઋતુ ચાલુ થાય એટલે કે ઠંડી ચાલુ થાય એટલે નાની-મોટી સમસ્યાઓમા વધારે થાય છે. આ નાની-મોટી સમસ્યાઓ પણ ઘણા બધા લોકો હેરાન પરેશાન થતા હોય છે.
આ નાની મોટી સમસ્યા એટલે કે પગની એડીમાં થતા વાઢીયા જેને આપણે દેશી ભાષામાં પગમાં ચીરા પડી ગયા છે, પગ ની ચામડી ફાટી ગઈ છે એમ કહીએ છીએ. તમે ઘણા લોકોને જાેયા હશે કે શિયાળાની શરૂઆત થતા જ કેટલાક લોકોને વાઢીયામાંથી લોહી નીકળવાનું શરૂ થઈ જાય છે અને તેમને ખૂબ બળતરા થતી હોય છે.

જે લોકોને શિયાળાની ઋતુમાં દર વખતે વાઢીયાની તકલીફ રહેતી હોય તેવા લોકોએ શિયાળામાં પોતાના પગની ખાસ તકેદારી રાખવી. રાત્રે સૂતી વખતે ગરમ હૂંફાળા પાણીથી પગ ધોઈ લેવા જાેઈએ અથવા તો ગરમ પાણીની અંદર એક લીંબુ નીચોવી અને પાણીમાં પગ છે ૨-૫ મિનિટ સુધી ડુબાડીને રાખવા અને પગમાં ભરાયેલો કચરો સાફ કરી લેવો.

પગ સારી સાફ કરીને પગની એડી પર વેસેલિન લગાવી લેવું. આમ કરવા;થી આખા શિયાળા દરમિયાન તમારા પગ એકદમ મુલાયમ બની રહેશે અને વાઢિયા પણ નહીં પડે.પગના ચીરા પડી ગયા હોય ત્યાં વેસેલિન લગાવવાથી વાઢિયા ૩-૪ દિવસમાં મટી જાય છે.
એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ગુલાબજળ અને એક ચમચી દીવેલને લઈને બરાબર મિક્ષ કરીને મિશ્રણ તૈયાર કરી લેવું.. આ મિશ્રણને ફાટેલી એડી પણ રોજ રાતે એકવાર માલિશ કરી અને પગના મોઝા પહેરીને સૂઈ જાઓ. આ ઉપાય કરવાથી પણ તમને ઘણો ફાયદો થાય છે. જે લોકોને પગના ચીરા અને વાઢીયા મટતાં ન હોય તે લોકો નિયમિત રીતે વડનું દૂધ લગાવે તો પણ ઘણો ફાયદો થાય છે. ૫) દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી ખુબ હલાવી એકરસ કરી લેવી. આ મિશ્રણને પગના વાઢીયા અને ચીરા પર લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.