દેશનો પૂર્વી ભાગ છોડીને બધા પ્રાંતોમાં આજે હોલિકા દહન તથા કાલે ઉજવાશે ધૂળેટી પર્વ

March 6, 2023

પૂર્વ ભારતના પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, ઝારખંડ રાજયોમાં કાલે હોલિકા દહન તથા બુધવારે ધૂળેટી પર્વ ઉજવાશે

ઈંદોર,તા, 6 – ઈંદોરમાં ગ્રહોની ચાલ સહિત પ્રાચ્યવિદ્યા માટે રાષ્ટ્રીય આયોજન રાખવામાં આવેલ. તેમાં હોળીનો તહેવાર કયારે મનાવાશે તે મુખ્ય વિષય રહ્યો હતો. ગ્રહોની ચાલને અનુસાર બધાએ તેના પર મંથન કયુર્ં અને નિર્ણય પર પહોંચ્યા. 300 જયોતિષાચાર્યો તે વાત પર સહમત થયા કે દેશના પૂર્વ ભાગને છોડીને હોલિકા દહન જે તા.6ના પૂર્વ ભાગને છોડીને હોલિકા દહન આજે તા.6ના રહેશે તથા ધૂળેટી પર્વ અર્થાત રંગનું પર્વ તા.7ના મંગળવારના ઉજવવાનું રહેશે. પરંતુ દેશના પૂર્વ ભાગમાં હોલિકા દહન તા.7મીના (કાલે) તથા તા.8ના ધૂળેટી પર્વ ઉજવાશે. તેના માટે શાસ્ત્ર સંમત તર્ક પણ બતાવાયા હતા.

ઈંદોરના એરપોર્ટ રોડ પર સ્થિત જૈન નવગ્રહ જિનાલય ગ્રેટર બાબા પરિસરમાં ગઈકાલે 300થી વધુ જયોતિષાચાર્યોનો મહાકુંભ યોજાયો હતો. જેમાં જયોતિષીઓએ તિથિ અને ગ્રહોની ચાલ પર વિચાર મંથન કરીને પોતાના વિચારો વ્યકત કર્યાં. આ સંમેલનમાં ભારતભરના જાણીતા જયોતિષાચાર્ય એકત્રિત થયા હતા. સંમેલનમાં પંડીત યોગેન્દ્ર મહંતે બધા જયોતિષાચાર્યોને પોતાના ઉદ્બોધનમાં એક તિથિ એક તિહાવાર મનાવવા પર જોર આપ્યું અને તા.6ઠ્ઠી માર્ચના હોલિકા દહન કરવાની વાત જણાવી. જયોતિષીઓએ તા.6 અને તા.7નો સંશય દૂર કરતા દેશભરમાંથી પ્રકાશિત પંચાંગ, ધર્મસિંધુ તથા નિર્ણયસિંધુનો હવાલો આપતા ફાગણ પૂર્ણિમા તા.6 માર્ચના પ્રદોષ કાળમાં દહન શાસ્ત્ર સંમત રહેશે સાથે તેઓએ પૂર્વી ક્ષેત્રોમાં તા.7 માર્ચના હોલિકા દહનની વાત કરી જેમાં સૌ કોઈ સહમત થયા હતા.

પૂર્વ ભારતના પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, ઝારખંડ રાજયોમાં તા.7મી માર્ચના હોલિકા દહનની વાત જણાવી. જયોતિષી સંમેલનમાં સાંતતા શર્માએ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, શનિ, રાહુ અને કેતુ ગ્રહોની ચાલ બદલવાથી આપણા જીવન પર શું પ્રભાવ પડે તે વિષે જાણકારી આપી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0