મહેસાણા સીટી બસના ડ્રાઇવર કંડકટર સાથે ગુરુકૃપા એજન્સીના સંચાલકની હિટલર શાહી 

May 22, 2023

મહેસાણા સીટી બસના સ્ટાફને સમયસર પગાર ન ચૂકવાતાં સ્ટાફ હડતાળ પર ઉતર્યો 

સીટી બસના ડ્રાઇવર કંડકટરનું ગુરુકૃપા એજન્સીના સંચાલક દ્વારા કરાતું શોષણ

સમયસર પગાર મુદ્દે રજૂઆત કરી તો સ્ટાફને કાઢી મુકવાની ખુલ્લી ધમકી આપી  

ગરવી તાકાત, મહેસાણા તા. 22- મહેસાણા શહેરમાં સીટી બસ ચલાવતાં ડ્રાઇવર કંડકટરોને સમયસર પગાર ન ચૂકવાતાં તેમજ જાહેર રજાના દિવસે પણ પગાર કાપી લેવાતો હોવાના મામલે સીટી બસના સ્ટાફે વિરોધ દર્શાવી હડતાળ પર ઉતર્યા હતા. સીટી બસનો સ્ટાફે પોતાની રજૂઆત સીટી બસનો ઇજારો ધરાવતાં ગુરુકૃપા એજન્સીના સંચાલકને કરતાં કાઢી મુકવાની ધમકી આપી હડધૂત કરતાં આ મામલે સીટી બસના ડ્રાઇવર કંડકટર મહેસાણા નગરપાલિકામાં રજૂઆત માટે પહોચ્યાં હતા પરંતુ પાલિકામાં કોઇ જવાબદાર અધિકારી કે પદાધિકારી ન હોવાના કારણે આ બાબતની રજૂઆત ફાયર ઇન્સ્પેક્ટરની કરી ન્યાયની માંગણી કરી હતી.  આમ સીટી બસના સ્ટાફ સાથે ગુરુકૃપા એજન્સીના સંચાલક દ્વારા તાનાશાહી ચલાવવામાં આવી રહી છે.

મહેસાણા શહેરની પ્રજા વર્ષો સુધી નગરપાલિકા સંચાલિત સીટી બસ સેવાનો લાભથી નાગરીકો વંચિત રહ્યા હતા. ત્યારે માંડ માંડ કેટલાક સમય અગાઉ જ સીટી બસ સેવાનો લાભ શહેરની પ્રજાને મળતો થયો છે. જેનો ઇજારો મહેસાણા નગરપાલિકા દ્વારા ગુરુકૃપા એજન્સીને સોંપવામાં આવ્યો છે. ગુરુકૃપા એજન્સીના સંચાલકના સંચાલન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં સીટી બસ સેવાનો લાભ નાગરીકોને મળી રહ્યાં છે. ત્યાં જ મહેસાણા સીટી બસ સેવાના ડ્રાઇવર અને કંડકટરો હડતાળ પર ઉતર્યા છે. સીટી બસ ચલાવતાં ડ્રાઇવરો તેમજ મહિલા કંડકટરોને બે બે ત્રણ ત્રણ માસ સુધી સમયસર પગારની ચૂકવણી કરવામાં આવતી નથી. જેને પગલે સીટી બસ ચલાવતાં ડ્રાઇવર કંડકટરોને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું પણ ભારે પડી રહ્યું છે. જેની ફરિયાદ ગુરુકૃપા એજન્સીના સંચાલકને કરી હતી અને જણાવ્યું હતું કે અમને 1 થી 10 તારીખ સુધીમાં સમયસર પગાર મળે તેવી વ્યવસ્થા કરો જેથી અમને તકલીફ ન પડે તેના જવાબમાં ગુરુકૃપા એજન્સીના સંચાલનકર્તા દ્વારા ઉદ્ધતાઇ ભર્યો જવાબ આપી નોકરી કરવી હોય તો કરો નહી તો નીકળી જાઓ આ પ્રકારનો બિભત્સ વર્તન મહિલા કંડકટર અને ડ્રાઇવરો સાથે અસભ્ય વર્તન કેટલું યોગ્ય છે. આ પ્રકારે સીટી બસના ડ્રાઇવર અને મહિલા કંડકટરોનું શોષણ કરવામાં આવી રહ્યું છે તે શું યોગ્ય છે?

ગુરુકૃપા એજન્સીના સંચાલકને સરકાર દ્વારા કિલોમીટર દીઠ સીટી બસના રુપિયાની ચૂકવણી કરવામાં આવે છે. તેમ છતાં આ પ્રકારે સીટી બસના સ્ટાફને સમયસર પગારની ચૂકવણી ન કરી કેમ શોષણ કરવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. છે. ગુરુકૃપા એજન્સીના સંચાલકનો આટલો અત્યાચાર પણ ઓછો પડતો હોય તેમ જાહેર રજાનો પણ પગાર કાપી લેવામાં આવે છે. સીટી બસના સ્ટાફ પાસેથી 12 કલાકને બદલે 14 કલાક સુધી વધારાની નોકરી કરવામાં આવી રહી છે તેના બદલામાં કામના કલાકો વધુ ગણવાની વાત તો દૂર રહી નોકરીનો પગાર આપવામાં પણ એજન્સી આ પ્રકારે ઠાગાઠૈયા કરી સીટી બસના સ્ટાફને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી નવા સ્ટાફની ભરતીની પેપરમાં જાહેરાત આપી માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી છે.

ગુરુકૃપા એજન્સી સીટી બસના સ્ટાફને પગાર સમયસર આપવા બાબતની રજૂઆત માટે મહિલા કંડકટર અને ડ્રાઇવર પહોચ્યાં તો એજન્સીના સંચાલક દ્વારા જાતિ વિષયક શબ્દો બોલી સ્ટાફને હડધૂત કરવામાં આવ્યોં ત્યારે મહેસાણા નગરપાલિકાના કયા અધિકારી કે પધાધિકારીના છત્રછાયા તળે ગુરુકૃપા એજન્સીના સંચાલક આ પ્રકારની તાનાશાહી ચલાવી સીટી બસના સ્ટાફનું શોષણ કરાઇ રહ્યું છે. જેના વિરોધમાં મહેસાણા સીટી બસના ડ્રાઇવર કંડકટર દ્વારા હડતાળ કરી ન્યાયની માંગણી કરવા માટે મહેસાણા નગરપાલિકા પહોચ્યાં હતા. પરંતું મહેસાણા નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી. જેને પગલે સીટી બસના સ્ટાફે આખરે આ બાબતની રજૂઆત ફાયર ઇન્સ્પેક્ટરને કરી હતી. ત્યારે જોવું રહ્યું કે સીટી બસના ડ્રાઇવર કંડકટરોને  ન્યાય મળે છે કે અન્યાય.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0