મોંઘવારીનો માર, એક અઠવાડિયામાં ત્રીજીવાર ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો

September 15, 2024

પામતેલના ભાવમાં ૨૪૦ રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં ૧૧૦ રૂપિયાનો વધારો

ગરવી તાકાત, ગાંધીનગર તા. 15 – તહેવારો નજીક આવતા જ તેલના ભાવમાં વેપારીઓએ વધારો ઝીંકી દીધો છે. સામાન્ય લોકો માટે તેલ હવે ઘી જેવું મોંઘું બની રહ્યું છે. તેલના ભાવ લોકોના ઘરના બજેટ બગાડી રહ્યાં છે. દિવાળી સુધી તેલના ભાવ આકાશે આંબી જશે તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. લોકો હવે ગુજરાત સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે, આખરે ક્યાં સુધી આ મોંઘવારીનો માર લોકોને દઝાડશે. હજી ગત ત્રણ દિવસ પહેલા 12 સપ્ટેમ્બરના રોજ તેલના ભાવમાં વધારો ઝીંકાયો હતો. ત્યારે આજે ફરીથી રાજકોટમાં ખૂલતા બજારે તેલના ભાવમાં વધારો થયો છે. એક અઠવાડિયામાં ત્રીજીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે કેટલો ભાવ વધારો થયો તે જોઈએ.

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું : સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો, બંને તેલના  ભાવમાં ડબ્બે રૂ. 25નો વધારો - Face of Nation

ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. પામતેલના ભાવમાં ૨૪૦ રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં ૧૧૦ રૂપિયાનો વધારો થયો છે. તો સીંગતેલના ભાવમાં રૂપિયા ૪૦નો વધારો કરાયો છે. ૪૦ રૂપિયાનો વધારો થતા સિંગતેલનો ડબ્બાનો ભાવ ૨૬૪૫ રૂપિયાએ પહોંચ્યો છે. આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની વિચારણાને લીધે થયો ધરખમ ભાવ વધારો થયો હોવાનું વેપારીઓનું કહેવું છે.

Peanut oil and cottonseed oil prices rise again upto 30 rupees | આ મોંઘવારી  દઝાડશે: સીંગતેલ અને કપાસિયા તેલના પ્રતિ ડબ્બાએ રૂ.30 સુધીનો ભાવ વધારો  ઝિંકાયો, એક ...

અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. બે મહિનાથી સતત સિંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. મે મહિનાથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ગ્રાફ નીચે આવી નથી રહ્યો. તો બીજી તરફ, તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહિ મળવાને કારણે પિલાણ ઘટ્યું છે. પિલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે તેવું જાણકારોનું કહેવું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0