સાયબર ફ્રોડના ગુનામાં ફરાર બેચરાજી APMCના ડિરેક્ટર હિરેન પટેલની ધરપકડ…

February 23, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના બેચરાજીના રાજકારણ અને સહકારી ક્ષેત્રમાં તે સમયે ભારે ખળભળાટ મચી ગયો, જ્યારે બેચરાજી APMCના ડિરેક્ટર હિરેન પટેલની સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરવામાં આવી સુરત પોલીસે તેની ધરપકડ કર્યા બાદ હવે વધુ તપાસ માટે તેને બેચરાજી પોલીસને સોંપવામાં આવ્યો એક જવાબદાર હોદ્દા પર હોવા છતાં આર્થિક ગુનાખોરીમાં સંડોવાયેલા ડિરેક્ટરનો પર્દાફાશ થતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હિરેન લક્ષ્મણભાઈ પટેલ 2020માં બેચરાજી APMCની ચૂંટણીમાં વેપારી વિભાગમાંથી ચૂંટાઈને ડિરેક્ટર બન્યો માર્કેટ યાર્ડમાં તેની પટેલ હિરેન લક્ષ્મણભાઈ એન્ડ કંપની નામે પેઢી પણ કાર્યરત.

Becharaji APMC Director Hiren Patel Arrested for Cyber Fraud | Surat Police

જોકે સત્તા મળ્યા બાદ તે સાયબર ફ્રોડ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ તરફ વળ્યો ઉલ્લેખનીય કે, હિરેન પટેલ અગાઉ પણ જેલવાસ ભોગવી ચૂક્યો 2025માં સુરતમાં નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદના આધારે ઓગસ્ટ, 2025માં તેની ધરપકડ થઈ જામીન પર મુક્ત થયા બાદ તેણે સુધરવાને બદલે ગુનાખોરીનો વ્યાપ વધાર્યો નવા કૌભાંડમાં હિરેન પટેલે પોતાની પત્ની પ્રેમિલા પટેલને પણ સામેલ કરી અંદાજે રૂ.16.68 લાખ જેટલી માતબર રકમ તેની પત્નીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું.

Becharaji APMC Director Hiren Patel Arrested for Cyber Fraud | Surat Police

આ મામલે ગત 9 ડિસેમ્બર, 2025ના રોજ બેચરાજી પોલીસ મથકમાં દંપતી વિરુદ્ધ ગુનો નોંધાયો પોલીસ તપાસ દરમિયાન તેની પત્ની પ્રેમિલા પટેલની અગાઉ ધરપકડ કરી લેવામાં આવી જે હાલ જેલમાં પોલીસ કાર્યવાહીથી બચવા માટે હિરેન પટેલે બેચરાજી APMCમાં આવેલી પોતાની પેઢીનું વેચાણ કરી દીધું અને તે ભૂગર્ભમાં ઉતરી ગયો લાંબી તપાસ બાદ આખરે સુરત પોલીસે ફરાર હિરેનને ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી માટે બેચરાજી પોલીસને હવાલે કર્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0